ડિગ્રી વગર ભક્તિ ક્લીનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ઝડપાયો.
મોરબી તાલુકા વિસ્તારમાંથી ડિગ્રી વગર ભક્તિ ક્લીનિક નામનું દવાખાનું
ચલાવતા બોગસ ડોક્ટર ને પકડી પાડ્યો.
મોરબી-જેતપુર રોડ સીયારામ કારખાના પાસે, રંગપર ગામ નજીક આવેલ ભક્તિ ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરતા કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ કે ડિગ્રી વગર કાલિદાસ વલ્લભભાઈ મારવણીયા ઉંમર વર્ષ ૫૨ ધંધો ડોક્ટરી પ્રેક્ટિસ રહે મૂળ સ્ટેશન રોડ માણાવદર જીલ્લો જુનાગઢ રહે હાલ ઉમાટાઉનશીપ રૉયલ ઍપાર્ટમૅન્ટ ૩૦૪ મોરબીવાળો ભક્તિ ક્લિનિક નામ નું દવાખાનું ચલાવી મેડીકલ પ્રેક્ટિસ કરી દવાખાનામાં સારવાર માટે આવતા દર્દીઓને દવાઓ આપી તેમજ દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કિંમત રૂપિયા ૫૬૪૯/- ના રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એક મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.


