Back

જુગાર રમતી ગેંગ ઝડપાઇ.

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ જયેશભાઈ જાદુભાઈ સરાવાડીયાની વાડી ની બાજુમાં આવેલ ખરાબામાં ખુલ્લામાં બાવ નીચે દવા છાંટવાના ઈલેક્ટ્રીક ચાર્જિંગ બેટરી વાળા પંપ માં એલઈડી લાઈટ ફિટ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૬ ઇસમોને રોકડ રૂ.૩૫૨૩૦/- તથા મોબાઇલ નંગ-૬ કિં.રૂ. ૧૫,૫૦૦/- તથા મોટર સાયકલ કિંમત રૂ.૩૭,૦૦૦/- તથા એલડી લાઇટ ની પટ્ટી કિંમત રૂપિયા ૧૦/-તથા એક દવા છાંટવાનો ઇલેક્ટ્રીક ચાર્જિંગ બેટરીવાળો પંપ કિંમત રૂપિયા ૫૦૦/- તથા સફેદ બ્લુ કલરનો આશરે ૧૫ ફૂટ જેટલો વાયર કિંમત રૂપિયા૧૦/- તથા ગંજી પત્તાના પાનાં નંગ-૫૨ કિંમત રૂપિયા ૦૦.૦૦ મળી કુલ રૂ.૮૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં જેમના વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોસ્ટમાં જુગારધારા  કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાયેલ છે.

આરોપીઓના નામ

(૧) પ્રવીણ ભાઈ રણછોડભાઈ ઉંમર વર્ષ ૨૫ ધંધો ખેતી કામ (૨) અનિલભાઈ રણછોડભાઈ રાતોજા ઉંમર વર્ષ ૧૯ ધંધો ખેતીકામ (૩) ભુપતભાઈ તળશીભાઇ રાતોજા ઉમર વર્ષ ૩૭ ધંધો.ખેતીકામ (૪)વિજયભાઈ પરબતભાઈ ૨૧ ધંધો.ખેતીકામ (૫)દશરથભાઈ તેજાભાઈ વિજવાડિયા ઉંમર વર્ષ ૨૭ ધંધો.ખેતીકામ ૨૬ વિજયભાઈ રમેશભાઈ સરાવાડીયા ઉંમર વર્ષ ૨૨ ધંધો ખેતીકામ રહે.બધા ભીમગુડા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી.

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..