Back

સ્વ. રત્નસિંહજી મહિડા ની જન્મ જયંતિ નિમિતે રાજપીપળા ની રાજેન્દ્ર હાઇસ્કુલ મેં લેબોરેટરી બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કરાયું

સ્વ. રત્નસિંહજી મહિડા ની જન્મ જયંતિ નિમિતે રાજપીપળા ની રાજેન્દ્ર હાઇસ્કુલ મેં લેબોરેટરી બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કરાયું

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે રાજપીપળા ખાતે મહારાજા રાજેન્દ્રસિંહ વિદ્યાલય ખાતે નવી લેબોરેટરી ના બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કરાયું હતું રાજપીપળા સહિત નર્મદા જિલ્લા માં આદિવાસીઓ માટે શિક્ષણ ની સુવિધાઓ ઉભી કરનાર રત્નસિંહજી મહિડા ની આજે ૧૦૪ મી જન્મ જ્યંતી નિમિત્તે ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ ના પ્રમુખ અને નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા ની ઉપસ્થિત માં રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે નવી લેબોરેટરી બિલ્ડિંગ નું ખાતમુરત કરાયું હતું

કાર્યક્રમ માં નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જતીન વસાવા શાળા ના આચાર્ય જયદીપસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આજના આ પ્રસંગે શાળાના આચાર્ય જયદીપસિંહ પરમારે જણાવ્યું હતું કે રત્નસિંહજી મહિડાએ આદિવાસી વિસ્તાર માં શિક્ષણ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને આજે તેઓની જન્મ જયંતિએ શાળામાં ધો. ૧૧ અને ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે નવી લેબોરેટરી માટે બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત થયું તે બદલ ખુશી વ્યક્ત કરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..