Back

ડાંગ.આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

વાત્સલ્ય ન્યૂઝ બીયુરોચીફ ડાંગ
9427189154

ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી લોકભોગ્ય કામગીરી ની તાકીદ કરતા -ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર

તાઃ ૨૦ઃ ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લોકભોગ્ય કામગીરીની તાકીદ કરતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત અને વીજકરંટથી થતા અપમૃત્યુ બાબતે સાવધ બની અમલીકરણ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની છે નિષ્કાળજી સ્હેજ પણ ચલાવી લેવાશે નહીં. અહીં અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ આપી વિકાસની રાહમાં જોડવા અનુરોધ કર્યો હતો.

જુન અંતિત સુધીના તુમાર નિકાલની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાને કલેકટરશ્રી ડામોરે અભિનંદન આપ્યા હતા. સરકારી કામગીરી કરનાર કોઇપણ અધિકારી/કર્મચારી સામે રૂકાવટ કરનાર સામે કડક પગલા લેવા જિલ્લા પોલીસ વડા શ્રી શ્વેતા શ્રીમાળી ને કલેકટરશ્રી ડામોરે જણાવ્યું હતું.

ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગ્નૈશ્વર વ્યાસે જણાવ્યું હતું કે એફ.આર.સી.હેઠળ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળા,આંગણવાડી,દ.ગુ.વી.કું. અને બી.એસ.એન.એલ. જેવી કચેરીઓને માંગણી અનુસાર જમીન ફાળવવામાં આવી છે તે કચેરીઓ દ્વારા ઓછામાં ઓછા એક વર્ષમાં કામગીરી શરૂ કરવાની હોય છે. નહીં તો જમીન પરત લઇ લેવામાં આવશે.

સંકલન સમિતિની આ બેઠકમાં સરકારી લ્હેણાની વસુલાત,બાકી તુમાર,નાગરિક અધિકાર,સ્વચ્છ ભારત મિશન,બાકી પેન્શન કેસો, નાની બચત ની ચર્ચા કરવામાં આવી હતી.સરકારી લ્હેણાની વસુલાતમાં જમીન મહેસુલના ૫ લાખ,પોલીસ વિભાગ દ્વારા ૪૨ લાખ,મદદનીશ જિલ્લા રજીસ્ટાર-રૂા.૧૪૩૦૦, આર.ટી.ઓ. દ્વારા રૂા.૭૩૦૦૦ વસુલાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત,નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે.ડી.પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.ડી.અસારી,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જે.કે.પટેલ, શિક્ષણાધિકારીશ્રી એમ.બી.ભુસારા,મામલતદારશ્રીઓ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી. ચૌધરી સહિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..