Back

કાલોલ પોલીસે વિદેશી દારૂ ભરેલી ઓટો રિક્ષા તેમજ બાઈક સાથે એકને દબોચી લીધો: બે વોન્ટેડ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી નો સુધારા સહીત નો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ બની ને દારૂ નો જથ્થો મંગાવી વેચાણ કરી રહ્યા છે. કાલોલ  પોલીસ દ્વારા દારૂબંધી ના કાયદા નું અસરકારક રીતે અમલ કરવા ના ભાગરૂપે ઉપરી અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ  કાલોલનાં અંતરિયાળ ગામમાં થી દારૂ નો જથ્થો પકડી પાડ્યો છે.પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને બાતમી મળી હતી કે ખંડેવાળ ગામ ના અર્જુનસિહ બળવંતસિંહ રાઠોડે પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને  નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ   રે.સાવલી પોતે એક સી.એન.જી. ઓટો રીક્ષા  નંબર જી.જે. ૦૭ વાય.વાય ૩૭૨૮  માં  આ જથ્થો ભરીને વિષ્ણુભાઈ અશોકભાઈ રે .સાવલી ને પહોંચાડવાનો છે. જે.બાતમીના આધારે કાલોલ પોલીસે પંચો ના માણસો બોલાવી તેઓને બાતમી અંગેની સમજ આપી પોલીસ સ્ટાફ ને સાથે લઈ ને બાતમીના સ્થળ ઉપર રેડ કરતા અર્જૂનસિંહ બળવંતસિંહ ના ખેતરમાં બાતમી વાળી સી.એન.જી રીક્ષા ઉભી હતી અને તેની બાજુમાં એક નંબર વગરની મોટરસાયકલ પડી હતી અને બે માણસો રીક્ષા માં દારૂ ભરતા હતા જેઓ પોલીસ ને જોઈ ને નાસવા જતા  નરેન્દ્રભાઈ ઉર્ફે નયન રસિકભાઈ ને પકડી લીધો હતોતથા અર્જુનસિહ બળવંતસિંહ કોતરમાં થઈ નાસી ગયો હતો.પોલીસે પકડાયેલ રીક્ષા માંથી ૧૮૦ મી.લી. ના  ૨૮૮ કવાટરીયા અને ખેતરમાં સંતાડેલો  રોયલ ડિલક્સ વહીસ્કી ની કવાટરીયા ની ૧૬ પેટીઓ ૭૬૮ નંગ કુલ ૧૦૫૬ બોટલ રૂ.૫૨,૮૦૦/ રીક્ષા ની કીંમત રૂ.૭૫,૦૦૦/ મોટરસાયકલ રૂ.૩૦,૦૦૦/ મળી કુલ.રૂ.૧,૫૭,૮૦૦/ નો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષા ચાલક નરેન્દ્રભાઈ  ઉર્ફે નયન  રસિકભાઈ ની અટક કરી ભાગી જનાર અર્જૂનસિંહ  બળવંતસિંહ રે.ખંડેવાળ અને માલ મંગાવનાર  વિષ્ણુભાઈ અશોકભાઈ રે.સાવલી તેમની વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે બુટલેગર સામે લાલઆંખ કરી દારૂના વેપલાને નેસ્તનાબૂદ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેના પગલે પોલીસે પોતાના બાતમીદારોને કામે લગાડી પેટ્રોલિંગ વધારી દારૂના જથ્થા પર દરોડા પાડી કાર્યવાહી કરાઈ રહી છે.જે કાલોલ પોલીસ દ્રારા પ્રશસનીય કામગીરી કરવામાં આવી છે

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..