Back

જંબુસર તાલુકાના જંત્રાણ ગામ માં આવેલી વિદ્યામંદિરમાં વાલી સંમેલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

વિશાળ સંખ્યામાં વાલીઓ ની ઉપસ્થિતિ માં જંત્રાણ વિદ્યામંદિર ના પટાંગણમાં વાલી સંમેલન અને ઈનામ વિતરણ સમારોહ સંપન્ન
કાર્યક્રમ ની શરૂઆત સમુહ પ્રાર્થના થી કરવામાં આવી. અને ડો. તુષાર પટેલ અને મહેમાનો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. 

HSC SSC માં ફર્સ્ટ ક્લાસ થી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓના નામ ફોટા સહીત ના ફૂલસ્કેપ ચોપડા ઓનું અનાવરણ ડો. તુષાર પટેલ, જનરલ હોસ્પિટલ જંબુસર, મહંમદભાઈ ચેલકુ, યુસુફભાઈ મીઠાવાલા અને દાઉદભાઈ ઉમરજી ના વરદ હસ્તે કરવામાં આવ્યું. તમામ વાલીઓ નું ઉપરોક્ત નોટબુક આપી આવકારવા માં આવ્યા. અને તમામ વિદ્યાર્થીઓ ને ઉપરોક્ત નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું. HSC ના પ્રથમ વર્ગ માં કે તેથી વધુ ગુણ લાવનાર 16વિદ્યાર્થીઓને તથા SSCમાં 11 વિદ્યાર્થીઓ ને આશરે 34 હજાર રૂપિયા જેટલી રકમ ના રોકડ પુરસ્કાર આપી મહેમાનો દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું. ધો. 9 અને 11 ના પ્રથમ ત્રણ ક્રમાંકિત વિદ્યાર્થીઓ ને ઈનામ આપી સન્માનિત કર્યા. તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફ ને 95 ટકા જેવું HSC ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ વસ્તુ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.

ડો. તુષાર અને મહંમદભાઈ ચેલકુ એ શાળા, શિક્ષકો ની સરાહના કરી વિદ્યાર્થીઓ ને સખત પરિશ્રમ કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા આહવાન કર્યું. શાળા ના આચાર્ય શ્રી રફિકભાઈ મનસુરી વાલીઓ પોતાના સંતાનોને કઈ રીતે સપોર્ટ કરે અને શાળા સાથે રૂબરૂ મુલાકાત થી કે ફેસબુક ના માધ્યમથી સંલગ્ન રહેવા અનુરોધ કર્યો. તથા આગામી વર્ષ માટે ધો. 10 અને ધો 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ ઈનામો જાહેર કર્યા. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અસ્ફાક શેખે કર્યું. તથા તમામ નો શાળા વતી આરીફ ઠાકોરે આભાર માન્યો. તમામ વાલીઓ મહેમાનો અને વિદ્યાર્થીઓ બપોરનું ભોજન લઈ છૂટા પડ્યા.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..