Back

દેડીયાપાડા સ્કૂલ બહાર વિદ્યાર્થિનીઓને હેરાન કરતા ત્રણ રોમિયોને નિર્ભયા ટીમે શબક શીખવાડ્યો

દેડીયાપાડા સ્કૂલ બહાર વિદ્યાર્થિનીઓને હેરાન કરતા ત્રણ રોમિયોને નિર્ભયા ટીમે શબક શીખવાડ્યો  



રાજપીપળા : જુનેદ ખત્રી


દેડિયાપાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ,નિવાલ્દામાં સ્કૂલ છૂટવાના સમયે તેમજ રીશેસના સમયમાં કેટલાક રોમિયો પોતાની મોટર સાયકલ લઈ આવવા જવાના રસ્તા ઉપર વારંવાર આટા ફેરા મારી શાળામાં આવતી જતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતાં હોય તેવી માહિતી નિર્ભયા સ્કોડને પેટ્રોલીંગ ટાણે  મળતાં શનિવારે નિર્ભયા સ્કૉડનાં પો.સ.ઈ.કે.કે.પાઠકના માર્ગદર્શન હેઠળ નિર્ભયા ટીમની બહેનો પૈકી રાજેશ્રીબેન, નૈનાબેન સાથે મળીને આ બાબતની તપાસ કરતા વીંદેશ સોમાભાઈ,શૈલેષ ઈશ્વરભાઈ અને મહેશ વિજયભાઈ નામના યુવાનો બાઇક લઈ મિશન સ્કુલ વિસ્તારમાં આટા ફેરા મારતા મળી આવતા એ ત્રણને નિર્ભયાની ટીમે પકડી પૂછપરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરતા આ ત્રણેયને દેડિયાપાડા પો.સ્ટે લાવી તેમના વાલીઓને બોલાવી માફી પત્ર લખાવી કડક સૂચના આપી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..