Back

જૂનાગઢ જાહેરમાં કચરો ફેંકતા રિલાયન્સ મોલને મનપા દ્વારા ૨૫,૦૦૦/- દંડ ફટકારયો

જુનાગઢ : શહેરમાં કમિશ્નર સાહેબ શ્રી દ્વારા સફાઈ બાબતે તેમજ લોકોના પ્રશ્ને બાબતે રોજ સવારે ૦૭ : ૦૦ વાગ્યા આસપાસ ખુદ કમિશ્નર સાહેબ શ્રી દ્વારા વિવિધ વોર્ડમાં લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નો જાણી રહ્યા છે અને પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ પણ લાવી રહ્યા છે સાથે સાથે જે લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે અથવા પાણીનો બગાડ કરતા હોય તો દંડ પણ આપી રહ્યા છે. આજ વહેલી સવારે કમિશ્નર સાહેબ શ્રી પોતાના નિયમિત સમય પર ચેકીંગ માટે નીકળતા રાયજીબાગ વિસ્તારમાં આવેલ " રિલાયન્સ મોલ " દ્વારા જાહેરમાં કચરો તેમજ ગંદકી કરાતા જણાતા ૨૫૦૦૦/- રૂપિયાનો દંડ આપવામાં આવ્યો હતો તેમજ વોર્નીગ આપી હતી કે હવે પછી આવી રીતે કરવામાં આવશે તો વધુ દંડ તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ " દોલતપરા " વિસ્તારમાં એક કારખાના દ્વારા પ્લાસ્ટિક પેક નિયમ વિરુદ્ધ " પાણીના પાઉંચ " વેંચતા ધ્યાનમાં આવતા ૧૦૦૦૦/- રૂપિયા નો દંડ કરવામાં આવ્યો હતો. આમ કુલ ૩૫૦૦૦/- રૂપિયાનો રેકોર્ડ દંડ જૂનાગઢ કમિશ્નર સાહેબ શ્રી એ તેમજ એમની ટીમ દ્વારા સ્થળ પર જ દંડ રૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. જો આવી રીતે કોઈપણ જાહેરમાં કચરો કે ગંદકી અથવા પાણીનો બગાડ કરતા ધ્યાનમાં આવશે એ ચલાવી લેવામાં નહીં આવે અને એમને પણ દંડ તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એમ કમિશ્નર સાહેબ શ્રી એ જણાવ્યું હતું. રિપોર્ટર : ભરત બોરીચા Mo. 92768 17218