Back

કાવી-કંબોઇ સ્વચ્છતા અભિયાન | કાવી પોલીસ સ્ટેશનમાં વૄક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આયો

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા કાવી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સી.જે.પવાર સાહેબ તથા પી.સી.જગદીશભાઇ તથા તેમના સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણ ના ટ્રસ્ટી શ્રી ગોતમસિહ યાદવ આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ કંબોઇ સ્તંભેશ્રવર મહાદેવ તીર્થમાં સ્વચ્છતાનો કાયઁક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તથા કાવી પોલીસ સ્ટેશનમાં વૄક્ષારોપણ કાયઁક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
આ કાયઁક્રમમાં પી.એસ.આઇ. સી.જે.પવાર સાહેબે સ્વચ્છતા અને મોટર સાયકલ પર ફરજીયાત હેલ્મેટ પહેરવાથી શુ થાય અને તેના ફાયદા અને તેનાથી સુરક્ષા વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાયઁક્રમમાં સુરક્ષાની પણ વાતો કરવામાં આવી હતી.
આ કાયઁક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી અને સ્ટાફ મિત્રો તથા પોલીસ વિભાગના તમામ અધિકારી ઓના સહયોગથી કાયઁક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..