Back

બાબરા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામા છેલ્લા પાંચ વર્ષથી બચત બેન્કનુ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવે છે


   બાબરા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામા ધો. ૬ થી ધો. ૮ ના વિદ્યાર્થીઓની બચત બેન્ક છેલ્લા પાંચ વર્ષથી ચાલેછે જેનુ સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કરે છે દર વર્ષે અંદાજીત રૂપિયા ૨૦ થી ૩૦ હજાર આ બેન્કમા જમા થાય છે જેના દ્વારા વિદ્યાર્થીઓને બચતની જરૂરીયાત સમજી શકાય આ બચત બેન્કમા શાળાના શિક્ષકો પણ પૈસા જમા કરાવે છે અને બાળકોને આ અંગેનુ જરૂરી માર્ગદર્શન પણ આપે છે શાળમા વિવિધ પ્રવૃતિઓના કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવે છે અને શાળાની વ્યવસ્થા જાળવવા વિદ્યાર્થીઓની ચુટણી યોજાય છે જેમા વિદ્યાર્થીઓને દરેક વિભાગમા નિમણુક થાય છે જેથી શાળાની સ્વચ્છતા અને વ્યવસ્થા સારી રીતે જળવાય રહે અને બાળકોને આનંદદાયી પ્રવૃતિ સાથે સારૂ શિક્ષણ મળી રહે તેવુ શાળા શિક્ષક મહેશભાઈ ચુડાસમાની યાદીમા જણાવવામા આવ્યુ છે

રિપોટ - કનુભાઈ પરમાર બાબરા.

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..