Back

કાલોલ પોલીસ દ્રારા જુગાર પર રેડ ૧૦,૭૦૦/નો મુદ્દામાલ સાથે ૨ ઝડપાયા ૪ ફરાર.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ માં ઓડ ફળીયામાં મંગળવારે રાત્રે કાલોલ ના ટાઉન જમાદાર ચંદનસિંહે બાતમીના આધારે રેડ કરતા પાના પત્તા નો હારજીત નો  જુગાર રમતા રમાડતા લોકો પોલીસ ને જોઈ નાસભાગ કરતાં પોલીસ દ્વારા ૨ ઈસમો ને પકડી પાડ્યા હતા ઇસુબ ઈસ્માઈલ શેખ સડક ફળિયું અને મજહર મુરતુજા પઠાણ ઓડ ફળિયું. પકડાઈ ગયા જ્યારે નાસી ગયેલા ભૂરાભાઇ માતાવાળું ફળિયું,ગોપાલ ગોવિંદભાઇ રાઠોડ ગોકળપુરા,નિઝામ ઉર્ફે પિત્તળ સાબુદિન શેખ કસ્બા ,મસ્તુ ઉર્ફે બબલો કસ્બા ને પકડવાની તજવીજ હાથ ધરી છે જુગાર દરમ્યાન દાવ પરના રૂ.૪,૯૦૦/ અને અંગ જડતી ના રૂ.૫,૮૦૦/ મળી કુલ રૂ.૧૦,૭૦૦/ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.અને જુગાર ધારા ની કલમ મુજબ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..