Back

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો : 60 બેઠક માંથી 54 બેઠક ભાજપે કબ્જે કરી

જૂનાગઢ:  ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 60 બેઠકમાં 59 સીટ પર યોજાયેલી ચૂંટણીમાં 54 સીટ પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે. આમ મનપાને કોંગ્રેસમુક્ત કરવામાં એક સીટ નડી ગઈ છે. જ્યારે  કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે. અને વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેન પરસાણાનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, એક બેઠકની ચૂંટણી મુલતવી રહી છે. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી. આમ જોવા જઈએ તો ગત 2014ની ચૂંટણીમાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં 10 બેઠકોનો વધારો થયો અને 54 પર પહોંચી છે. અને કોંગ્રેસ પાસે 15 બેઠક હતી, જે ઘટીને માત્ર એક બેઠક રહી ગઈ છે. જ્યારે એનસીપી પાસે એકપણ બેઠક નહોતી, જે 4 થઈ ગઈ છે. આમ વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં 3માં અગાવથી જ ભાજપની 3 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે અને વોર્ડ નં.4માં ભાજપની 3 બેઠક મળી કુલ 54 બેઠક પર વિજેતા જાહેર થઈ હતી. તેમજ કોંગ્રેસની એક બેઠક અને એનસીપીનો 4 બેઠક પર વિજય થયો છે. ભાજપને બહુમતી મળતા જીતની ઉજવણી કરવામાં હતી.  જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી. આ અંગે એનસીપીના નેતા રેશ્મા પટેલે ભાજપના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે જણાવ્યું હતું કે ભાજપના દબંગ સાશન સામે એનસીપી દબંગાઈથી વિરોધપક્ષમાં બેસશે અને પ્રજા લક્ષી કામો કરાવશે.