Back

ટંકારા પોલીસે ઘુનડા(સ) ગામે જાહેરમા પતા ટીંચતા બે મહિલા સહિત પાંચને ત્રણલાખના મુદામાલ સાથે  પકડી પાડયા

                                                                                                 ટંકારા પોલીસના નાઈટ પેટૃોલિંગ દરમિયાન ઘુનડા- સજનપર રોડ જાહેર મા જુગાર રમાતો હોવાની ભાળ મળતા જુગાર સ્થળે ત્રાટકીને પટ માથી રૂ.૩૪૯૫૦ રોકડા ઉપરાંત ઍક કાર સહિત ૨,૯૪,૪૫૦ ના મુદામાલ સાથે બે મહિલા સહિત પાંચ શખ્સોને જાહેરમા જુગાર રમતા પકડી પાડી કાયદા ના પાઠ ભણાવ્યા હતા.                                                                                                                             

  ટંકારા પોલીસ મંગળવારે નાઈટ પેટૃોલિંગ દરમિયાન તાલુકાના ઘુનડા-સજનપર રોડ તરફ પસાર થતા દરમિયાન  પોલીસ સબ ઈન્સપેકટર લલિતાબેન બગડાની પોલીસ નજરે ઘુનડાના રમેશભાઈ પટેલની વાડી પાસે જુગાર રમાતો હોવાનુ પામી ગયા હતા. સ્ટાફના પોલીસ કમિઁઅો ફિરોજ પઠાણ,હસમુખ પરમાર, ભાવેશ વરમોરા,વિશ્ર્વરાજસિંહ ઝાલા, રવિ ગઢવી સહિતનાઅોને સાથે લઈ બિલી પગે જુગાર સ્થળે ત્રાટકી ગામડાના જુગાર રમતા લોહાણા સંજય ભાઈ હિરાભાઈ સોમૈયા રહે.રવાપર (મોરબી), મોહનભાઈ પે઼મજીભાઈ હડીયલ રહે.માધાપર શેરી નં.૨૨ (મોરબી), તેજપાલ કાનાભાઈ બારૈયા રહે.પંચાસર રોડ,મોરબી તથા નયનાબેન બિપીનભાઈ અઘારા રહે. રવાપર રોડ,ગાયત્રી સોસાયટી,મોરબી અને ચેતનાબેન નવિનભાઈ લુહાર રહે. રણછોડ નગર, સાંઈ બાબા મંદિર પાસે,મોરબી બે મહિલા સહિતના પાંચેયને પટ માથી રૂ.૩૪૯૫૦/-ની રોકડ રકમ ઉપરાંત સ્વિફટ કાર નં.જીજે-૩૬ ઍફ ૦૯૧૧ કિંમત ૨,૫૦,૦૦૦ સહિત ૨,૯૪,૪૫૦ સાથે જુગાર રમતા ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.શ્રાવણમાસના ઍક અઠવાડિયા પૂવૅઁ પોલીસે જુગારનો દરોડો પાડતા જુગારી આલમમા ફફડાટ ફેલાયો હતો.




DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..