Back

નર્મદા કેનાલ નું માઇક્રો નેટવર્ક પૂરું કરી ખેડૂતો ના ખેતર સુધી પાણી પહોંચાડવા માંગ.

નર્મદા કેનાલ નું માઈક્રો નેટવર્ક પૂરું કરી ખેડૂતો ને પોતાના ખેતર સુધી પાણી પૂરું પાડી           

ખેડૂતો માં થતું ઘર્ષણ માં થતું અટકાવવા મુખ્યમંત્રી ને રજૂઆત.

હાલ માં કુદરત તરફ થી જોઈએ તેટલા પ્રમાંણ માં સમય સર વરસાદ ન તથા જગત ના તાત ને એક માત્ર આધાર નમર્દા કેનાલ જ છે. આમાં પણ  મીઈક્રો નેટવર્ક એટલે કે ખેડૂત ના ખેતર સુધી ના ધોરીયા  ના કામો ઘણી જગ્યા એ અધૂરા છે અને ઘણી જગ્યા એ થયેલ હોવા છતાં પણ ભ્રષ્ટાચાર ના કારણે યોગ્ય કાર્ય ક્ષમતાથી કામ કરતા નથી  જેથી જગતનો તાત એવો ખેડૂત વર્ગ ને ના છુટકે પોતાની જીવા  દોરી સમાન પાક ને બચાવવા માટે કેનાલો ઉપર મશિન તેમજ ઇલેકટરિક મોટર મૂકી ને પાણી  ઉપાડવું પડે છે.

તંત્રની વ્યવસ્થાણી ખામી કે. ખેડૂતો ને અંદરો અંદર  લડાવવા  ની નીતિ જે કહોતે  પણ તેના કારણે બને બાજુ થી ખેડૂતો જ પરેશાન થાય છે. આગળના ખેડૂતો યોગ્ય નેટવર્ક ના હોવા ના કરણે મશીન દ્વારા પાણી ઉપાડે છે. અને તંત્ર યોગ્ય વ્યવસ્થા ના સંભાળી શકતા પાછળ ના ખેડૂતો પાણી માટે ફરિયાદ કરે છે. આવા સંજોગો માં જાણે કે ખેડૂતો જ ગુનેગાર હોય અને આ બધું ખેડૂત ના પાપેજ થતું હોય તેવો દેખાવ તંત્ર દ્વારા કરવામાં આવે છે, અને આના કારણે ખેડૂતો અંદરો અંદર એક બીજાની  ફરિયાદ કરીને  જગડે છે. અને સરકાર પણ જાણેકે  આવુજ ઇચ્છતી  હોય તેમ ખેડૂતો એકતા તૂટે અને આપસ માં જગડે તેવું જ કરે છે.

આજના ખેડૂતો ને પુરતી માહિતી ના હોવાથી એક બીજા  ખેડૂતો ની ફરિયાદ કરેછે. અને તંત્ર ખેડૂત ને ફરિયાદી બનાવી ખેડૂતો સામેજ કાર્યવાહી કરે છે. આમ બન્ને બાજુ થી નુકસાન તો કોઈ ને  કોઈ વિસ્તાર ના ખેડૂતો નેજ થાય છે. ખરેખર દરેક ખેડૂત ને પાણી મળે તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની છે. તો આ બાબતે વહેલા યોગ્ય કરવા કે.ડી.બાવરવા દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી છે.

જો યોગ્ય સમય માં અ બાબતે કોઈ સકારત્મક કાર્યવાહી નહી કરવામાં આવે તો ના છુટકે ખેડૂત ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો  કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવેલ છે.

અહેવાલ ચિરાગ મકવાણા

 

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..