Back

રાજપીપળા : ભદામ ગામ બસસ્ટેન્ડ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોઢ વર્ષ ના બાળક નું મોત

રાજપીપળા : ભદામ ગામ બસસ્ટેન્ડ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોઢ વર્ષ ના બાળક નું મોત



રાજપીપળા : જુનેદ ખત્રી


પ્રાપ્ત માહિતી મુજબ શિનોર તાલુકાના સાધલી ગામ ના રહેવાસી અશ્વિનભાઈ મહેશભાઈ વસાવા પોતાની મોટરસાઇકલ નં GJ-06-DN-5893 ઉપર બેસી સાધલી ગામેથી કૃષ્ણપુરી (રાજપારડી) તા.ઝગડીયા મુકામે પોતાની સાસરીમાં ગયા હતા અને ત્યાથી સાંજના મોડેથી સાધલી ગામે પરત જતા હતા તે વખતે ભદામ ગામે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા તે વખતે અજાણ્યો કાર ચાલક I-20 ગાડી નં.GJ-06-TC-704 ની પૂરઝડપે અને બેફીકરાઇથી હંકારી લાવી સામેથી ફરિયાદી અશ્વિનભાઈ ની મો.સા ને અથડાતા ફરીયાદીને જમણા પગે ઘૂટણથી નીચેના ભાગે તથા તેમની પત્ની ને શરીરે ગેબી ઇજા પહોંચાડી તથા પુત્ર હેતકુમારને જમણા પગે તથા કમરના ભાગે ઇજા પહોંચાડી તથા ફરીયાદનો બીજો દીકરો યશકુમાર

ઉવ ૧ વર્ષ ૫ માસ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યારબાદ તેને સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ માં લાવવામાં આવ્યા હતા અને પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જ્યાં તા.૨૨/૦૭/૨૦૧૯ ના રોજ કલાક ૧૨/૪૫ વાગે સારવાર દરમ્યાન યશકુમાર ઉવ ૧ વર્ષ ૫ માસ નું કમકમાટી ભર્યું મરણ થયું હતું.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..