Back

કાલોલ કસ્બા વિસ્તારની 30 મહિલાઓને લોનની લાલચ આપી છેતરપીંડી કરનાર સામે પોલીસ મા અરજી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ નગર માં ભારત ફાયનાન્સ માં નોકરી કરતો એજન્ટ હોવાની ઓળખ આપી ફાયનાન્સ કંપની ની વડોદરા ખાતે ઓફીસ આવેલી હોય તમોને લૉન કરી આપીશ તેમ જણાવ્યું અને રૂ.૫૮૦/ સભ્ય ફી ના ઉઘરાવી કાલોલ કસ્બા વિસ્તાર ની ૩૦ જેટલી બહેનો ના દસ્તાવેજો  આધારકાર્ડ,રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ ની કોપી અને  ફોટો તથા બેંક ની ડીટેલ મેળવી ને ચાઉં કરી ગયો જેની વોચ રાખી પકડતા  ઉઘરાણી કરતા તમામ રકમ નો ચેક રૂ.૧૭,૪૦૦/નો તા.૧૦/૦૭ નો ચેક લખી આપ્યો હતો આ બાબતે ટેલીફોન થી વાત કરતા આ એજન્ટ દ્વારા ગંદી ગાળો બોલી ધમકીઓ આપી કોઇ લૉન કે પૈસા નહિ મળે જે  કરવું હોય તે કરો તેમ જણાવતા કાલોલ પોલીસ સ્ટેશનમાં એજન્ટ અરવિંદભાઈ સોલંકી વિરુદ્ધ અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..