Back

ધોરાજીના ભાદર-૨ ડેમમાં વરસાદના પ્રથમ પાણી સાથે મગરનું પણ આગમન

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે ધોરાજી સહિત ઉપરવાસમાં પ્રથમ વરસાદના પાણી ભાદર-૨ ડેમમાં આવતા પાણીની સાથે મગર પણ આવી ચડ્યા છે. ભાદર-૨ ડેમમાં મગર આવી જવાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગે ડેમના નીચેના ભાગે ન જવા લોકોને સુચના આપી હતી. આમ ભાદર-૨ ડેમમાં પ્રથમ વખત મગરનો વસવાટ જોવા મળતા લોકોમાં કુતુહૂલ ફેલાઈ જવા પામ્યો છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..