Back

ભારતના ઝડપી બ્રીડર રીએકટર મોરબીને આપશે રૂ.૨/-માં પ્રતિ યુનિટ નિરંતર વીજળી.

મોરબી સિરામિક એસોશિએશનમાં એવરિષ્ઠ સેમીનારનું આયોજન થયું. સેમીનારમાં વિડીયો તેમજ પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા પરમાણુ સહેલી મોરબીની વિદ્યુત તેમજ તાપીય ઉષ્મા ઉર્જાની માંગ માટે ૧૦૦૦ મેગાવોટને પૂર્ણ સ્વદેશી ઝડપી બ્રિડર પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને એક શ્રેષ્ઠ પરિણામ બતાવ્યુ.

પરમાણુ સહેલી એ જણાવ્યું કે મોરબીના કારોબારીઓને વર્તમાન પ્રતિ દિવસ ૨૪ લાખ યુનિટ ઉર્જા તેમજ ૬૫ લાખ ક્યુબિક મીટર પી.એન.જી. ગેસ (૨ કરોડ યુનિટ વિદ્યુત ઉર્જા) સ્વરૂપમાં તાપી ઊર્જાની જરૂરિયાત છે.

પરમાણુ ઉર્જાથી આ બંને ઉર્જાની પૂર્તિ થાય છે. તો વિદ્યુત ઉર્જાની પૂર્તિ માટે ૫૫ મેગાવોટ તેમજ તાપી ઉર્જાની પૂર્તિ માટે ૮૫૦ મેગાવોટ તેમજ પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપના ની જરૂરીયાત પડશે. જેનાથી ૧૦૦૦ મેગાવોટનો એક પૂર્ણ સ્વદેશી ઝડપી બ્રિડર પરમાણુ પ્લાન્ટ આ બંને જરૂરિયાતોને નિરંતર તેમજ વિશ્વસનીયતાથી પૂરી કરી શકશે. પરમાણુ સહેલીએ જણાવ્યું કે આ ઓફ ગ્રીડ સ્વદેશી ઝડપી બ્રિડર પરમાણુ પ્લાન્ટથી પ્રતિ યુનિટ વીજળીની કિંમત રૂ.૨/- સુધી જ આવશે. આ પરમાણુ પ્લાન્ટ માટે જરૂરી જમીન માત્ર ૧/૪ વર્ગ કિલોમીટર પર્યાપ્ત રહેશે. અને આ પ્લાન્ટ શહેરની વચ્ચે જ લગાવી શકાશે. જેનાથી કોઈપણ પ્રકારની અસુરક્ષા અથવા ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન નહીં થાય.ઓફગ્રીડ વીજળી પ્લાન્ટમાં ટ્રાન્સમિશન, છળ કપટ, ચોરી જેવા દૂષણ નહીં હોય, જેથી કરીને સ્વદેશી ઈંધણની ટેકનિક તેમજ કોઈપણ પ્રકારના પ્રદુષણ વગર વપરાશકારોને વીજળી રૂ.૨/- પ્રતિ યુનિટ મળી શકશે.

પરમાણુ સહેલીએ સોલાર પ્લાન્ટના સંદર્ભમાં જણાવ્યું કે આવી જરૂરિયાતોને સોલર પ્લાન્ટ મારફત પૂર્ણ કરી શકાય તો તેના માટે ૪૦૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા પડે તેને સ્થાપના માટે ૨૫૬ વર્ગ કિલોમીટર જમીનની જરૂરિયાત પડે. સોલરની ૨૫% ક્ષમતા ઘટક ઉપર તો તેનાથી પણ ૨.૫ રૂપિયા પ્રતિ યુનિટ નો ખર્ચ આવશે. પરંતુ મોરબીની ઇન્ડસ્ટ્રીઝને નિરંતર વીજળી તેમજ તાપી ઉષ્મા જોઈતી હોય તો તેના માટે સોલાર પ્લાન્ટ માં પ્રતિ યુનિટ રૂ.૧૨/-નો ખર્ચ આવશે. પરમાણું સહેલીએ જણાવ્યું કે ભારતમાં નદીઓના સંગમની યોજનાઓ ડે જે નહેરો સ્થાપશે તે નહેરો ઉપર રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ ની પણ સ્થાપના થશે. જેનાથી નહેરોના પાણીનું બાષ્પીભવન ઓછું થશે અને વધારાની જમીન ની જરૂરિયાત નહીં રહે. પરમાણુ સહેલી જણાવ્યું કે નર્મદા નદી નહેર યોજના પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યના શહેરના ઉપર ૭૫૦ મીટર લાંબો ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના થઈ રહી છે.

પરમાણું સહેલીએ જણાવ્યુ કે પરમાણું પ્લાન્ટ દરેક પ્રકારે ઉત્તમ હોવા છતાં પણ તેની સ્થાપનાના માર્ગમાં હંમેશા મારવા-મળવા સુધી નો વિરોધ થાય છે. ભારતના ૧ લાખ ૫૩ હજાર મેગાવોટનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ મૃતપાય છે. આ વિરોધોના કારણો સામાન્યથી લઈને ખારા વ્યક્તિઓની ભિન્ન ભિન્ન અભિપ્રાય તેમજ વિરોધ છે. ભારત પરમાણુ ઊર્જાના પ્રાથમિક શરૂઆત જેવી કે મેડિકલ, ખેતી તેમજ ઉદ્યોગ ધંધામાં તથા વિજળી ઉત્પાદન કરવામાં તાપી ઉષ્મા ઉત્પાદનના ક્ષેત્રમાં વિશ્વભરમાં સક્ષમ છે.

વર્ષ ૨૦૧૭ માં ભારત તેમજ જાપાનની વચ્ચે પરમાણુ સંધિ પણ થઈ છે, જેના દ્વારા પરમાણુ ઉર્જાથી વીજળી વિદ્યુત ઉત્પાદન માં બંને દેશો એકી સાથે કામ કરી શકશે.

આપને માહિતગાર કરવાનું કે પરમાણુ સહેલી ની રણનીતિ તેમજ દરેક જાગૃત કાર્યક્રમોના પરિણામથી તામિલનાડુ ૧૦૦૦ મેગાવોટ  નો પરમાણુ ઉપકરણનો વિરોધ બંધ થયેલ. ૨૮૦૦-૨૮૦૦ મેગાવોટ  હરિયાણા, ગોરખપુર તેમજ વાંસવાડા, રાજસ્થાન ના પરમાણુ ઉર્જા પરિયોજનાની સ્થાપના થઈ શકી. પરમાણુ સહેલી છેલ્લા ૯ વર્ષથી જળ તેમજ વીજળીના ક્ષેત્રમાં કામ કરી રહી છે. ભારતની પ્રથમ સ્કોલર છે, જેમણે “ભારતના પરમાણુ ઉર્જા ઉપકરણ તેમજ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય તેમજ કલ્યાણ અને પ્રભાવ પર પી.એચ.ડી. કરેલી છે. પરમાણુ સહેલી જણાવ્યું કે, વિશ્વભરમાં ટલા પરમાણુ ઉપકરણો કામ કરી રહ્યા છે પરંતુ આ યંત્રોથી આજ સુધી જન-સામાન્ય માંથી એકનું પણ મૃત્યુ થયું નથી. પરમાણુ સહેલી જણાવ્યું કે પરમાણુ બોમ્બ બનાવવો તેમજ પરમાણુ ઉર્જાથી વીજળી બનાવી બંને અલગ પ્રક્રિયા છે. પરમાણુ ઉર્જાનું ઉપકરણ ક્યારે પરમાણુ ન બનાવી શકે. પરંતુ એન્ટી ન્યુક્લિયર લોબી બહુજ આસાનીથી સામાન્ય જનને આ ઉપકરણ બાબતે ગેરમાર્ગે દોરી ભ્રમિત કરવામાં કામયાબી મેળવે છે. જનતાની અજ્ઞાનતાને કારણે ભારતીય જળ, કૃષિ તેમજ ઊર્જા સંબંધિ દરેક રાષ્ટ્રીય યોજના હાસિયામાં ધકેલાઈ જાય છે. જ્યારે મોટી મોટી યોજનાઓની સ્થાપના થઇ શકતી નથી તો આવશ્યક રોજગાર તેમજ નોકરીઓ કેમ મળશે ? આજે ભારતમાં જે મુખ્ય મુદ્દાઓ છે એ તમામ આવી યોજનાઓ સમયસર સ્થાપી શકાતી નથી તેના કારણે છે. વીજળી ચાલી જાય છે તો ભારતની જનતા વીજળી સપ્લાય અધિકારીને ઘેરાવ કરી દે છે, પરંતુ જ્યારે વીજળી ઉપકરણની સ્થાપનાની વાત આવે છે. ત્યારે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, યોજનાકારો,વૈજ્ઞાનિકો, એંજિનિયરો વગેરેનો વિશ્વાસ છોડીને વિરોધીઓના કહેવા પ્રમાણે વળી જાય છે. અને પોતાના ચારે તરફના વિકાસની યોજના માટે મરવા-મારવા સુધી નો વિરોધ કરે છે. આ બધું અજ્ઞાનતાના કારણે થાય છે. પરમાણુ સહેલીએ જણાવ્યું કે ભારતની જનતા જિજ્ઞાસુ છે જાણવા માંગે છે, આ જ સાચો માર્ગ છે. જો ફરજ હોય તો કર્મશીલ છે કર્મ કરવા માંગે છે. ૮૪ ક્ષેત્રીય તેમજ રાષ્ટ્રીય સંગઠન વાળા પ્રજાતાંત્રિક ભારતમાં જનતા સાચા અને ખરેખર વિકાસ સંભવિત બનશે.

સેમીનારમાં પધારેલા પ્રતિષ્ઠિત લોકોને ભારતની રાષ્ટ્રીય યોજનાઓ પ્રત્યે સમર્થનની પ્રતિજ્ઞા કરી.

અહેવાલ ચિરાગ મકવાણા 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..