Back

મોરબી એસ.પી અને એલ.સી.બી.ને મધ્યપ્રદેશ પોલીસ તરફથી મળ્યા પ્રસંશા પત્ર

તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપી કમલ બન નું બારમ કરણસિંહ અને રાકેશ ભેવરસિંહને મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઇ વી.બી. જાડેજા અને તેની ટીમે પકડી પાડ્યા હતા.

આ આરોપીઓને પકડી પાડવા બદલ અલીરાજપુરના જિલ્લા પોલીસ વડા વિપુલ શ્રીવાસ્તવે પી.આઇ વી.બી. જાડેજા તેમજ સ્ટાફને અને ઇન્દોર ઝોનના એડિશનલ ડીજીપી વરુણ કપૂરે એસપી ડો. કરનરાજ વાઘેલાને પ્રસંશા પત્ર મોકલ્યો છે. જેમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે. સાથે આવી જ શ્રેષ્ઠ કામગીરી ભવિષ્યમા થતી રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અહેવાલ ચિરાગ મકવાણા 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..