Back

ડાંગ જિલ્લામાં કાર્યરત GVK-EMRI ના પ્રોજેક્ટ ની સંકલન બેઠક યોજાઇ હતી

વાત્સલ્ય ન્યૂઝ બીયુરોચીફ ડાંગ
મો.૯૪૨૭૧૮૯૧૫૪

EMRI 108 સુવિધા થકી 5400 દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી

ડાંગ જિલ્લામાં કાર્યરત GVK-EMRI પ્રોડક્ટ ની સંકલન બેઠક ડાંગ જિલ્લા સેવા સદન માં યોજાઈ

આ બેઠક માં જિલ્લામાં કાર્યરત ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ની કામગીરી અંગે સમીક્ષા કરાઇ હતી
આહવા સેવાસદનમાં કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં GVK-EMRI ની સંકલન બેઠક યોજાઈ હતી.તેમાં D.D.O. ,DYSP ,SDHO ,CDMO તેમજ ગ્રામ વિકાસ એ.નિયામક જે.ડી.પટેલ ની ઉપસ્થિતિએ યોજાઈ સંકલન સિમિતિ ની બેઠક 

આ બેઠકમાં જાન્યુઆરી 2019 થી જુન ૨૦૧૯ સુધીમાં 108 એમ્બ્યુલન્સ ખિલખિલાટ, મોબાઈલ હેલ્પ યુનિટ 181 અભ્યમ , કરૂણા એનિમલ 1962 સહિતના પ્રોજેક્ટની કામગીરી અંગેની સમીક્ષા કરાઇ હતી.આ બેઠકમાં GVK ના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે જાન્યુઆરીથી જૂન દરમિયાન ડાંગ 108 એમ્બ્યુલન્સ દ્વારા ડાંગ જિલ્લાના 5400 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે

જ્યારે ખિલખિલાટ એમ્બ્યુલન્સ 2177 લાભાર્થીઓને સેવા પૂરી પાડી છે તેમજ મોબાઇલ યુનિટ યુનિટ દ્વારા જિલ્લામાં 26214 દર્દીઓને લાભ પૂરો પાડયો હતો ઉપરાંત 181 અભ્યમ દ્વારા 479 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ પ્રતિસાદ આપ્યો હતો
જિલ્લાના GVK -EMRI ના પ્રોગ્રામ મેનેઝર અભિષેક ઠાકર સૂપરવાઇઝર મનોજ વિશ્વકર્મા તેમજ ડો.રાકેશ પાંડે ,ડો.અવિનાશ પંડ્યા ડો.રૂપેશભાઈ વિગેરે તમામ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડવામાં આવી હતી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..