Back

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ૨૬મી જુલાઈના રોજ તાલુકાકક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમીર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી







  ગોધરાની જિલ્લા રોજગાર કચેરી દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર, સ્વામીનારાયણ મંદિર સામે, દાહોદ રોડ, ગોધરા ખાતે તા.૨૬/૦૭/૨૦૧૯ના રોજ તાલુકાકક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી માટે નિવૃત આર્મી કર્મચારીઓ તેમ જ ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈમાં ફીટર, વેલ્ડર, ટર્નર, ઈલેક્ટ્રીશયન તેમજ આઈ.ટી.આઈ.ના અન્ય ટ્રેડ, અનુભવી તેમજ બિનઅનુભવી ગ્રેજ્યુએટ, ટેકનિકલ/નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષની વયના ઉમેદવારોને હાજર રહેવા જણાવાયું છે. આ ઉમેદવારોની સ્થળ પર મૌખિક અને લેખિત પરીક્ષાઓ લેવાશે અને પસંદગી પામેલા ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવશે.  ભરતી મેળામાં ઉમેદવારોએ બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવુ. આ ઉપરાંત, ભરતી મેળા દરમિયાન નિષ્ણાંતો દ્વારા સ્વરોજગાર ,સ્વરોજગારની યોજનાઓ અને લોન સહાય અંગેનું માર્ગદર્શન પણ  આપવામાં આવશે તેમ રોજગાર અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..