Back

ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીતી આવક વધી : સપાટી ૧૦૦.૫ મીટર થઈ

ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીતી આવક વધી : સપાટી ૧૦૦.૫ મીટર થઈ


રાજપીપળા : જુનેદ ખત્રી


ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમા છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમા સારો વરસાદ થતા પાણીની આવક ક્રમશ: વધવા પામી છે. 


ચાલુ ચોમાસુ સિઝનમાં પહેલી વાર કરજણ ડેમે ૧૦૦ મીટરની સપાટી વટાવી છે, કરજણ ડેમની સપાટી ૧૦૦.૫૦ મીટરે પહોચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણડેમ ૩૭.૮૧ ટકા ભરાયો છે.હાલ કરજણ ડેમમા ૪૧૨ કયૂસેક પાણીની આવક થઈ રહી છે.


કરજણ ડેમનુ રૂલ લેવલ ૧૦૬.૩૧ મીટર હોવાથી રૂલ લેવલ વટાવવા હજી પ મીટરની સપાટી જરૂરી છે ત્યા સુધી કેનાલમા પાણી છોડાશે નહી તેમજ સ્મોલ હાઇડ્રોપાવરના બંન્ને વીજ યુનીટો પણ હાલ બંધ હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.હાલ ચોમાસામા ડેમ ભરવા માટે પાણીનો સંગ્રહ કરવામા આવી રહયો છે. દેડીયાપાડા, સાગબારાના ઉપરવાસમા સારો વરસાદ થઈ રહયો હોવાથી કરજણ ડેમમા પાણીની આવક વધી રહી હોવાથી હાલ કરજણ ડેમ ૩૭.૮૧ ટકા ભરાયો છે.


કરજણડેમનો જીવંત જથ્થો ૧૭૯.૭૦ મીલીયન ઘન મીટર છે. અને ગ્રોસ સ્ટોરેજ ૨૦૩.૭૧ મીલીયન ઘન મીટર છે. પાણીની આવક હાલ ૪૧૨ કયૂસેક છે, અત્યાર સુધીમા કરણજ ડેમમા સિઝનનો ફૂલ વરસાદ ૫૧૫ મીમી, ફૂલવાડીમા ૩૨રમીમી, અને ઘાંટોલીમા ૩૮૧મીમી વરસાદ પડી ચૂક્યો છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..