Back

જેતપુર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી- ધ્વજવંદનના કાર્યક્રમ અમરનગર ગામે યોજાશે.

૧૫ મી ઓગસ્ટ ઉજવણી


સ્વાતંત્ર્ય દિન ઉજવણી સાથે સાથે વિધવા સહાય.આવક અને જાતિના પ્રમાણપત્રો ની કામગીરી પણ કરશે.

૧૫ મી ઓગસ્ટ ના રાષ્ટ્રિય પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકા કક્ષા ની ઉજવણી જેતપુર ના અમરનગર ગામે કરવામાં આવશે.

જેતપુર તાલુકા ના અમરનગર ગામ ખાતે ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિન ઉજવણી અને ધ્વજવંદનના કાર્યક્રમ આયોજન ની બેઠક નાયબ કલેકટર શ્રી પુજા બાવડા ના અઘ્યક્ષ  સ્થાને મળેલ. તેમાં નાયબ કલેકટર શ્રી પુજા બાવડા એ અમરનગર ગામે આયોજિત રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી ની વિગતો આપી હતી.

અમરનગર ગામે આ રાષ્ટ્રિય પર્વ પ્રસંગ સાથે સાથે વિધવા સહાય. જાતિ અને આવક ના દાખલા આપવા ની કામગીરી સ્થળ પર કરવામાં આવશે અને માઉન્ટ એવરેન્ટ સર કરનાર શ્રી વિમલ વાગડીયા શ્રી મિલન વાગડીયા નું વિશેષ સન્માન. મેડિકલ માં પ્રવેશ પામેલ અમરનગર ગામ ના વિદ્યાર્થી શ્રી ધાર્મિક વસાણી. શ્રી વત્સલ જોશી. શ્રી ભાર્ગવ પધડાર નું સન્માન. સખી મંડળની લોન મંજૂર પત્ર વિતરણ. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત યોજાયેલ સ્વચ્છ પી.એચ.સી. અને આંગળવાડી ઓમાં શ્રેષ્ઠ  પી.એચ.સી. અને આંગળવાડી ને પુરુષ્કાર અર્પણ કરાશે.

૧૫ મી ઓગસ્ટ ના રાષ્ટ્રિય પર્વ પ્રસંગ ની ઉજવણી માં ધ્વજ વંદન કાર્યક્રમ અને આયોજિત સાસ્કૃતિક કાર્યક્રમ માં જેતપુર તાલુકા ના પ્રજાજનો ને અમરનગર ખાતે આ રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી માં ઉપસ્થિત રહી જોડાવવા વહીવટી તંત્ર વતી નાયબ કલેકટર શ્રી પુજા બાવડા અને મામલતદાર શ્રી કારીયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..