Back

વિરપુરના ધોરાવાડા ગામે ATVT યોજના હેઠળ બનાવેલ ગટરમા વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ ...

ધોરાવાડા ગામે  ATVT યોજના હેઠળ બનાવેલ ગટરમા વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ ...

 - સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી...

વિરપુર

             વિરપુર તાલુકા ના ધોરાવાડા ગામનો ગામતડમા જવાના રસ્તે દુષીત પાણી ભરાઈ જવા અને તેમાથી રોગચાળો થતો હોવાના કારણે ગામને સ્વચ્છ અને લોકોના આરોગ્યના હિતનું ધ્યાન રાખી સરકાર દ્વારા  2017- 18 મા ATVT યોજનામા બે લાખથી વધુની ગ્રાન્ટ માંથી ગટર લાઇન બનાવવામાં આવી હતી પણ ગટરના કામમા હલકી ગુણવત્તા અને પાઇપો અને સિમેન્ટના માપ તાલમા પણ ગફલત થયેલ હોવાથી  ગટર લાઇન નાખ્યા બાદ તેનો ઉભરાઈ તેમજ ચોકફ થઈ જવાથી તેનો ઉપયોગ કરાતો નથી અને સરકારી રૂપિયાનો વ્યવ થવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે  જેથી  ગંદકી અને પાણી ભરાઈ જવાની સમસ્યા જેમ હતી તેમ યથાવત છે હાલ ચોમાસાના સમયમા રોગચાળો ફાટી નીકળવા તેવી દહેશત  છે જયારે ગામના લોકો અને શાળામાં જતા બાળકોને પણ આજ રસ્તા પર ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને નીકડવુ પડે છે જેને લઈને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગામના જાગ્રુત નાગરિકો દ્વારા તાલુકા પંચાયત કચેરી તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આ તમામ રજુઆતો પોકળ સાબિત થઈ છે તો વહેલી તકે ગટરની સાફ સફાઈ તેમજ મરમત્ત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે...


સરપંચ સોમાભાઈ : ગટર લાઇનનું કામ સરકારી  ધારા ધોરણ મુજબ  ચોકસાઈ અને યોગ્ય થયું છે પરંતુ ચોમાસા દરમ્યાન ગટર લાઈનમા પાણી સાથે ચીકણી માટી જતા લાઇન ચોકઅપ થઈ ગયેલ છે આગામી દિવસોમાં ચોકઅપ થયેેેલી ગટરને ખોલી તેને સાફ સફાઈ કરાવીશુ...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..