Back

વિજાપુર સગીર વય ના બાળક ના અપહરણ ના કેસ માં આરોપી ને ઝડપી પાડતી પોલીસ

વિજાપુર મા સગીર વય ના બાળક ના અપહરણ ના કેસ માં આરોપી ને ઝડપી પાડતી પોલીસ


વિજાપુર તા  ૧૩ /૦૮ /૨૦૧૯ મંગળવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર વિસનગર રોડ ટીબી વિસ્તાર માં આવેલી શાળા મા ધોરણ સાત માં અભ્યાસ કરતા બાળક નુ અપહરણ થયુ હોવાનુ બાળક ના વાલી ને જાણ થતા બાળક ના પિતા એ પોલીસ સમક્ષ જાણ કરતા એસ પી નિલેશ જાજડીયા તેમજ ડીવાયએસપી એમબી વ્યાસ ના માર્ગદર્શન મુજબ સ્થાનીક પોલીસ તેમજ એલસીબી પોલીસ એસઓજી પોલીસ ને ટેલિફોનિક જાણ કરતા શહેર સહીત ના વિસ્તારમાં જુદીજુદી ટીમો બનાવી નાકાબંધી કરતા આરોપી ને ગણતરી ના કલાકો ઝડપી પાડી જેલ ના સળીયા પાછળ ધકેલી દેવાયો હતો પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે


 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ઉપવન બેંગ્લોઝ વિજાપુર ખાતે રહેતા રાજુભાઈ વરવા ભાઇ પટેલ નો દિકરો ટીબી સ્થિત શાળા માં ધોરણ સાત મા અભ્યાસ કરતો હતો જે ઘેર સમયસર ના આવતા તેની વાલી તપાસ કરતા તેનુ અપહરણ થયુ હોવાનુ પ્રકાશ મા આવતા તેની પોલીસ ને કરતા પોલીસ ઇન્સપેક્ટર ડીબી મેહતા સહીત ની ટીમ તેમજ એલસીબી તેમજ એસઓજી ની ટીમે નાકાબંધી કરી શાળા ની આસપાસ ના વિસ્તાર મા તપાસ કરતા મણીરત્ન કોમ્પ્લેક્ષ ની ટેલિફોન ની ઓરડીમાં થી હેમખેમ મળી આવ્યો હતો પોલીસે સ્થળ ઉપર થી જ આરોપી આરસોડિયા પરમાર અંકીત મહેશભાઈ રહે પંચશીલ સોસાયટી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..