IMA મોરબીના ડૉક્ટરની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ શકશો
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી એક વેબસાઈટ નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે આ વેબસાઇટ પરથી મોરબીની જનતા, મોરબીના આઈ એમ એ ના ડોક્ટરસ ની વિગતો નેટ પર સર્ચ કરી શકશે. આ વેબસાઇટમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, તેમના એડ્રેસ, ફોન નંબર તથા ગૂગલ મેપ પર હોસ્પિટલ નું લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત કઈ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી છે તે પણ માહિતી મળી શકશે. ઘણી હોસ્પિટલ દ્વારા ઓનલાઇન અપોઇન્ટમેન્ટ ની સુવિધાઓ પણ મળી શકશે. મોરબીના દર્દીઓને કંઈ પણ માહિતીની જરૂર પડે તો ક્યારેય પણ એક જ વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી શકશે. આ વેબસાઇટનું ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લોન્ચિંગ કરવામાં આવશે.


