Back

માણાબા ગામે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી


બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : ગૌતમ બુચીયા


માણાબા ગામે ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી 


માણાબા મુસ્લિમ બિરાદરોએ સવારે મોટાપીર ચોક પાસે એકઠાં થઇ મોટા સમુહમાં જોડાઇને હારબંધ થઇ ચાલતાં રસ્તે ઇદગાહ ખાતે ભેગા થયા હતા જયાં માણાબા મસ્જિદ ના પેશ ઇમામ મોલાના મોહંમદ યુનુસખાન સાહેબે નમાઝ અદા કરાવી ઇદ ઉલ ઉઝહા નું ખુત્બો પઢાવ્યો હતો સમગ્ર કચ્છ મા દુષ્કાળ ને દેશવટો મડતા ખુદા ની વરસાદ રૂપી રહેમત નો શુક્ર આભાર માન્યો હતો તેમજ સમગ્ર હિન્દુસ્તાન સાથે પુરા વિશ્વ માટે અમન સુખ શાંતિ અને સમૃધ્ધિ ની દુવા કરી હતી આ પ્રંસંગે હાજી અલ્લારખાભાઇ રાઉમા ચેરમેન ગુલશને મોહંમ્મદી ટ્રસ્ટ , રમઝુભાઇ રાઉમા માજી સરપંચ, મામદભાઇ રાઉમા મુતવલી  , બાબુભાઈ રાઉમા  , તેમજ અકબરભાઇ હાજી અલ્લારખાભાઇ રાઉમા મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ અને સરપંચ  માણાબા ગ્રામ પંચાયત સાથે વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મડી ને ઇદ ની મુબારકબાદી આપી હતી

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..