Back

વાત્સલ્ય ન્યૂઝનો પડઘો...બાવાગોર ટેકરા પાસે બાળકને કરંટ લાગ્યાના અહેવાલ બાદ વીજ કંપની ની આળસ ખંખેરાઈ

વાત્સલ્ય ન્યૂઝનો પડઘો...બાવાગોર ટેકરા પાસે બાળકને કરંટ લાગ્યાના અહેવાલ બાદ વીજ કંપની ની આળસ ખંખેરાઈ 


તાત્કાલિક નવો વીજપોલ ઉભો કરી આખા ફળિયાનું વાયરિંગ કરાયું 

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા શહેરમાં ભારે બારસાદ બાદ બાવાગોર ટેકરા વિસ્તારમાં એક મકાનના છાપરા નજીક થી ઈલેકટ્રીક વાયર જતો હોય એક બાળકને કરંટ લાગતા તેની હાલત ગંભીર થઈ અને વડોદરા રીફર કરાયો હતો પરંતુ આ વાયર હટાવવા 6 મહિના થી સ્થાનિકો એ વીજ કંપનીમાં અરજી આપી હોવા છતાં આળસુ અધિકારી ઓની ઊંઘ ન ઉડી જેના કારણે શાળામાં અભ્યાસ કરતા એક બાળક ને કરંટ લગતા ગંભીર હાલત થઈ માટે આ વીજ કામોનીની બેદરકારી બાબતનો એક અહેવાલ વાત્સલ્ય ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાંજ અધિકારીઓ દોડતા થઈ ગયા અને તતકલીક બાવાગોર ટેકરા વિસ્તારમાં એક નવો વીજપોલ ઉભો કરી આખા ફળિયાનું વાયરિંગ નવું કર્યું હતું કાસ વીજ કંપની દ્વારા આ કામગીરી 6 મહિના પહેલા થઈ હોત તો આજે એક બાળક ને ઇજા ન થાત પરંતુ ઘોડા છુટી ગયા બાદ તબેલા ને તાળા મારનાર વીજ કંપનીના અધિકારીઓ એ આખરે આ વિસ્તાર માં કામગીરી કરી ખરી .

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..