Back

ભુજમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા આજે રાખી મેલા નુ આયોજન કરવામાં આવ્યું નગર અધ્યક્ષાએ કર્યું ઉદ્ધાટન

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ગૌતમ બુચીયા - નવીન મહેતા


ભુજમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ  ક્વીન્સ  દ્વારા આજે રાખી મેલા નુ આયોજન કરવામાં આવ્યું નગર અધ્યક્ષાએ કર્યું ઉદ્ધાટન


લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સ મહિલાઓને બનેલી ક્લબ છે આજે  લાયન્સ હોલ ખાતે રાખી મેલા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્ઝિબિશન કમ સેલ દ્વારા નહી નફા અને નહીં નુકસાન થીમ ઉપર આ મેલા નું આયોજન કરવામાં આવ્યું છે એક દિવસ ચાલનારા આ મેળામાં ઇમિટેશન જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ, રાખી , કચ્છી આઈટમ વગેરે અનેક  વસ્તુઓ લઈને મહિલાઓ એ પોતાના સ્ટોર ખોલીને નહી નફા-નુકસાન તરીકે વેચી રહી છે  આજે વિધિવત ઉદઘાટન દીપપ્રાગટ્ય સાથે ભુજ નગરપાલિકા ના અધ્યક્ષા લતાબેન સોલંકી કર્યું અને   ગવર્નર મીના મહેતા એ હાજરી આપી હતી આ પ્રસંગે પ્રેસિડેન્ટ રેખાબેન વોરા ,સેક્રેટરી પ્રજ્ઞાબેન ઠક્કર , ટ્રેઝરર દમયંતીબેન પિનારા, પૂર્વ નગર અધ્યક્ષા હેમલતા બેન ગોર,કાઉન્સીલર ગોદાવરીબેન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લાયન્સ ક્લબ ઓફ ભુજના સેક્રેટરી શૈલેન્દ્ર રાવલ, ઉપપ્રમુખ સચીન ઠક્કર, ટ્રઝરર  સૈલેશ ઠકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્ત્રીઓ દ્વારા સંચાલિત સ્ત્રીઓ દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ ના વેચાણ કેન્દ્ર માં આજે નહિ નફો નહિ નુકસાનના ધોરણે રાખી મેલા નું આયોજન કરવામાં આવ્યું હતું આવા આયોજન દ્વારા સ્ત્રીઓમાં વ્યાપાર ક્ષેત્રે આત્મવિશ્વાસ વધે અને પોતાના પરિવારને મદદરૂપ થવા માટે આવા મેળા દ્વારા તેમને ઘણી મદદ મળે છે.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..