Back

ભુજની ઓરિએન્ટ કોલોનીના નાગરિકો ગટર ઉભરાવા થી પરેશાન સમગ્ર સોસાયટીમાં ભરાયાં ગટરના પાણી

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રીપોર્ટ : ગૌતમ બુચીયા - નવીન મહેતા


ભુજની ઓરિએન્ટ કોલોનીના  નાગરિકો ગટર ઉભરાવા થી પરેશાન સમગ્ર સોસાયટીમાં ભરાયાં ગટરના પાણી 


ભુજ મા બે દિવસ વરસાદ દરમ્યાનમાં  અનેક જગ્યાએ ગટરના પાણી રહેણાક વિસ્તારોમાં ભરાવાની ફરિયાદો બહાર આવી છે જેમાં ભુજની ઓરિયેન્ટ  કોલોનીમાં ગટરના પાણીનો ભરાવો થઈ જતાં ગટર ના  પાણી ભરાવા સબબ કોલોનીના રહીશોએ અનેક વખત સત્તાવાળાઓને ફરિયાદો કરી છે પરંતુ ભુજ નગરપાલિકા ગટર ના પાણી ન ભરાય તે માટે કોઈ કાયમી ઉકેલ લાવી શકી નથી આજે ઓરિએન્ટ કોલોનીના રહીશો એકઠા થયા હતા અને ભુજ નગરપાલિકાના સત્તાવાળાઓને કોલોનીમાં બોલાવ્યા હતા  નગર અધ્યક્ષા લતાબેન સોલંકી કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા તેમજ અન્ય નગરસેવકો કોલોનીમાં આવી પહોંચ્યા હતાં સોસાયટીના પ્રમુખ કિરણભાઈ ગણાત્રાએ ખુબ જ અસરકારક રજૂઆત કરી અમે મુશ્કેલીઓ નિવારવા અંગે ભુજ નગરપાલિકા તાત્કાલિક પગલા લે તેવી માંગ કરી હતી નગરપાલિકા ના અધ્યક્ષા એ જણાવ્યું હતું કે આ સમસ્યા નિવારવા કાયમી ઉપાય સાથે કામગીરી કરવામાં આવશે પરંતુ વર્ષોવર્ષ ઓરિએન્ટ કોલોનીના રહીશો ગટરના પાણી ભરાવાથી પરેશાન છે અને દુર્ગંધ મારતા આ ગટરના પાણી થી બાળકો અને નાગરિકો બીમારી ના કગાર ઉપર આવી ગયા છે તેમજ ગટરના પાણી ભરાયેલા હોવાથી કોલોનીના બાળકો રમી શકતા નથી અને કોલોનીના નાગરિકો ને ગટરના પાણીમાં થી થઈને ઘરમાં આવું જવુ પડે છે આટલી મોટી સમસ્યા સર્જાઈ ત્યાં સુધી ભુજ નગરપાલિકા આ ના ઉપાય માટે માટે માત્ર થીગડા માર્યા હતા  તેને કારણે આજની પરિસ્થિતિ ઊભી થઇ છે તેવું કોલોનીના રહીશો   એ જણાવ્યું હતું આ સોસાયટીમાં ગટરના પાણી આવી રહ્યા છે જે આગળ ના વિસ્તારોમાં ધંધાર્થીઓ દ્વારા ફેંકાતા એંઠવાડ તેમજ અનેક  કચરાને કારણે ગટર ની અંદર આગળ પાણી જઈ શકતું નથી તેથી તે ઓવરફલો થઈને સોસાયટીઓમાં ફેલાય છે અને રોગચાળા  નિમંત્રણ આપે છે વિશેષ વાત એ રહી કે આજ વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરસેવક ગટર વ્યવસ્થા ના નગરપાલિકા ના ચેરમેનની જવાબદારી સંભાળે છે અને તેમના જ વિસ્તારમાં ગટરના પાણી  ઉભરાઇ રહ્યા છે કોલોનીના નાગરિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના નગરસેવક નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંરક થઈ શક્યો ન હતો તેમના પ્રત્યે પણ રહીશોમાં રોષ જોવા મળ્યો હતો જે બન્યું તે પરંતુ ગટરના પાણીથી રોગચાળો ફેલાય તે પહેલા આ વિસ્તારને સંપૂર્ણ ચોખ્ખો કરવાની જરૂર છે આ રજૂઆત સમયે સોસાયટીના પ્રમુખ કિરણ ગણાત્રા સાથે અભય શાહ અને સોસાયટીના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આજે સવારથીજ આ શમશ્યાના નિકાલની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..