Back

રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે નવાનગર નેચર કલબ દ્વારા શાળા નં.૫૯ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

 નેચર કલબ દ્વારા ગ્રીન જામનગર અભિયાન ૨૦૧૯ હેઠળ  જામનગરની ગુલાબ નગર શાળા નં.૫૯ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશી કુળના ફળાઉ, ઔષધીય તેમજ વધુ ઓક્સિજન આપતા અને પક્ષીઓ માળો કરી શકે તેમજ ખોરાક મેળવી શકે તેવા ૨૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેલ વૃક્ષોનું જતન કરવાની  શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખાતરી આપી હતી તેઓનું કહેવું છે કે તેઓ જ્યાં સુધી શાળામાં અભ્યાસ કરતા રહેશે ત્યાં સુધી દરરોજ આ વૃક્ષોને પાણી પીવડાવતા રહેશે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વિશે મંત્રીશ્રીએ ચર્ચા કરી હતી. 

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી હસમુખભાઈ હિંડોચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા પી.જાડેજા તથા નવાનગર નેચર કલબના પ્રમુખ વિજેન્દ્રસિંહ(વિજયસિંહ)જાડેજા, ઉત્પલભાઈ દવે, પ્રવિણસિંહ જાડેજા,પૂર્વ મેયર મનસુખભાઇ ખાણધર, વિમલભાઈ કગથરા, નારણભાઇ મકવાણા, શાસના અધિકારીશ્રી સી.એમ. મહેતા, અતુલભાઈ ઠાકર, રાજુભાઇ દવે, યકુબભાઈ વહેવારીયા, રાજુભાઇ જોશી, હરુભા જાડેજા, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી દેશાભાઈ મકવાણા, પ્રશાંતભાઈ માધવાચાર્ય તથા સ્કુલના અન્ય સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..