Back

વિરપુર તાલુકામા શાળાઓ કરતાં પ્રાઇવેટ કોચીગ સંસ્થાઓનો રાફડો .......

અઘઘ...વિરપુર તાલુકામા શાળાઓ કરતાં પ્રાઇવેટ કોચીગ સંસ્થાઓનો રાફડો ....... 

કોચીગ‌ સંસ્થાઓ સવારના પાંચ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુઘી ચાલતો ઘંઘા પર તંત્રની  લાગામ કેમ નથી...


સુરત અનહોની બાદ પણ ફાયર સેફ્ટીના નિયોમોને નેવે‌ મુકી ચલાતી કોચીગ સંસ્થાઓ.. 

વાત્સલ્ય ન્યૂઝ વિરપુર 

        મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં શાળાઓ કરતાં કોચીગ સંસ્થાઓની સંખ્યા વઘારે છે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિરપુર તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં આજના યુગમા ભણતર પ્રત્યે જાગ્રુતતા આવવા થી  વાલીની સાથે વિઘાર્થીઓની પ્રથમ  પસંદગી સારી વિધ્યા પ્રપ્તિ માટે એક સારા  ગુરુની હોય  છે જેથી  સ્કુલ ઉપરાંત   બાળકોને કોચીગ સંસ્થાઓમાં પણ વઘુ તૈયારી કરવાના હેતુસર પોતના  બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે  મોકલતા હોય  છે આ કારણે કોચીગ સંસ્થાઓની સંખ્યામા દિન પ્રતિ દિન વધારો થતો રહે છે અને કમાણીમાં પણ  દિન પ્રતિદિન વઘારો થઈ રહ્યો છે સ્કૂલો મા શિક્ષકો દ્વારા  વિધ્યાર્થીઓ નું અપૂરતું ધ્યાન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાથી  કોચીગ સંસ્થાઓનો વિરપુર તાલુકામાં અડિંગો જમાવીને બેઠા છે આજથી દસ વર્ષ પહેલાં ટ્યુશન શિક્ષકો માત્ર હાય પ્રોફેશનલ માતા પિતા જ રાખી શકતા હતા પરંતુ હવે મઘ્યમ વર્ગના માતા પિતા પણ પોતાના બાળકોને વઘુ શિક્ષણ આપવા મજબૂર  બન્યા  છે જેના કારણે કોચિંગ સંસ્થાના શિક્ષકો હવે શાળાના શિક્ષકો કરતા વઘુ મહત્વપૂર્ણ બની ગયા છે જેમાં કેટલાક બાળકો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાળામા જે શિક્ષણ મળે  છે તેના કરતાં સારું  શિક્ષણ અમને આવી કોચીગ સંસ્થાઓ પાસેથી મળી  રહે છે ઉપરાંત પરીક્ષા દરમિયાન શાળામાં રજા પાડી કોચીગ સંસ્થાઓમાં શિક્ષણ લેવા જવાનું વિઘાર્થીઓ માને છે અને કોચીગ‌ સંસ્થાઓના શિક્ષકો પાસેથી મદદ લેવા વિઘાર્થીઓ સતત ઉત્સાહિત રહે છે 
     વિરપુરમા  લગભગ ૨૦ થી વધુ  પ્રાઈવેટ કોચીગ સંસ્થાઓ છે જે પૈકી એક પણ સંસ્થામાં બેસવા માટે બેન્ચીસ કે ફાયર સેફ્ટીના કોઈ સાઘનો પણ વસાવેલા નથી  જેના કારણે કોઈ આગનો બનાવ બને તો જવાબદાર કોણ.. સરકાર ના ઘારા ઘોરણ‌ પ્રમાણે વિરપુર તાલુકાની  કોચીગ સંસ્થાઓ આઘડી લુંટ ચલાવી રહ્યા છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તો સત્વરે આ બાબતે તંત્ર જાગ્રુત થાય અને સરસ્વતીના મંદિરને વેપલો ના બનાવી  વિધાર્થીઓના ભાવિ માટે સ્કૂલોમા યોગ્ય શિક્ષણ મળી રહે તેવી આશા રાખી રહ્યા છે .....
વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..