Back

જામનગરમાં દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનનું મંત્રીઓ એ કર્યું નિરીક્ષણ અને આપ્યા જરૂરી સૂચનો


જામનગરમાં દેવુભાના ચોક નજીક વાઘેરવાડામાં મચ્છીના એક ધંધાર્થીના બે માળનું મકાન

રીપેરીંગ દરમિયાન ગઈ કાલે ધસી પડતા મકાન માલિક અને બે કડિયા સહિત ત્રણ ઘટનાસ્થળે જ દબાઈ ગયા હતા. તે

અન્વયે તાત્કાલિક જ તંત્ર દ્વારા લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

ત્યારે આજરોજ સવારે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ

જાડેજાએ સ્થળ પર જઈને પરિસ્થિતિથી વાકેફ થઈ નિરીક્ષણ કરી અને અધિકારીઓને કાટમાળ ખસેડવાની તાત્કાલિક

તાકીદ કરી હતી અને આ માટે જોઈતા અન્ય સાધનોની પણ પૂર્તિ કરી સઘન રીતે જલ્દીથી કામગીરી કરવા અંગે કહ્યું હતું.

મંત્રીશ્રી આર.સી.ફળદુ દ્વારા જણાવાયું હતું કે, આ ઘટનાની માહિતી રાજ્યસ્તરે પણ આપવામાં આવી છે

તેમજ આ દુઃખદ ઘટના માટે સરકારશ્રી દ્વારા દિલસોજી વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળે તાત્કાલિક કામગીરી કરી

શકાય તે માટે મેયરશ્રી હસમુખ જેઠવા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર

સતીષ પટેલ, એસ.પી. શરદ સિંઘલ, ફાયર ચિફ ઓફીસરશ્રી બિશનોઈ પણ હાજર રહ્યા હતા.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..