Back

ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો

ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહ્યો વરસાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો ગરીબ પરિવાર ઉપર આભ તૂટ્યું

બનાસકાંઠા જિલ્લામાં 24 કલાક થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામ સર્વત્ર મેઘમહેર થઈ રહી છે.

ડીસા પંથક માં 3 દિવસ થી વરસાદ ની રમજટ ઉપરવાસ માં વરસાદ થી ડીસા ની બનાસનદી માં આવ્યા નવા નીર  વિશ્વેશ્વર ની બનાસ નદી માં લોકો નો ઘસારો નદીમા પાણી ની આવક વચે પણ લોકો નાવામા  મસ્ત બન્યા છે વિરામ બાદ ફરી એકવાર મેહુલિયાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશખલાલ થયાં છે

તો આ તરફ સતત વરસી રહેલા વરસાદના લીધે ડીસા શહેરના મુખ્ય માર્ગ પર એક પરિવારનું વરસાદ ધોધમાર પડવાથી ઘર પડી જવાથી પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના લીધે કભી ખુશી કભી ગમ જેવો માહોલ પણ સર્જાય છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ડીસા શહેરના મુખ્ય માર્ગ પર એક વ્યક્તિનું આકસ્મિક વરસાદના લીધે ઘર તૂટી જવાથી હાલની પરિસ્થિતિ પ્રમાણે તે પરિવાર ધર વિહોણો થઈ ગયો છે અને ઘર પડવાના લીધે ઘરની બહાર ઉભેલા તેમના વાહનને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે આ પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અહેવાલ જીગર માળી બનાસકાઠા.

 

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..