Back

લાયન્સ અને લીઓ કલબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

લાયન્સ અને લીઓ કલબ આંતલીયા નાં પ્રેસિડેન્ટ લા. નટવર પટેલ જે જે મહેતા સાર્વજનિક હાઇસ્કુલ નાં પટાંગણમાં ધ્વજ પ્રમુખ તરીકે ધ્વજવંદન કર્યું હતું.


બીલીમોરા. લાયન્સ એન્ડ લીઓ કલબ આંટલીયા નાં પ્રેસિડેન્ટ નટવર પટેલે ધ્વજ વંદન કરી ઘ્વજવંદનાં કરનારને સંબોધિત કરતા કહ્યું હતું કે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે  મહામુલી કિંમત ચૂકવીને મેળવી છે . એટલે એને સાચવી રાખવા જાગૃતિ કેળવવા નાં હેતુથી તથા આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્ર સૈનાની ઓની  કુરબાની  યાદ  કરવા માટે  આ સ્વતંત્ર પર્વ , આઝાદી પર્વની દર વર્ષે ઉજવણી કરીએ છીએ. 

પ્રેસડેન્ટ નટવરભાઈએ રાજ નૈતિક આઝાદી તો મળી પરંતુ હજુ આર્થિક આઝાદી અધૂરી અને માટે ઝઝૂમી રહેલા આપણાં વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી સાહેબને હાથ બટાવવા માટે પ્રેરણા આપતાં વિવિધ પાંસાઓ ની છણાવટ કરી હતી .  

લાયન્સ કલબ આંતલિયા નાં લા.મહેશ દેસાઈ, લા. રવિ નેમાની, લા.અશોક મહેતા લા. રામાધર મિશ્રાજી લા. સનત પટેલ લા. શારદા પટેલ લા. સરોજ પટેલ, લીઓ ડો. સ્નેહલ પટેલ  હાજર રહ્યા હતા.

ક્લબના  ટ્રેઝરર લા. મહેશ દેસાઈએ કલબ વતી જે જે સાર્વજનિક હાઇસ્કુલ ને રૂ. ૫'૦૦૦/- નું દાન આપ્યું હતું 

ફ્રેન્ડસ ન્યૂ ટ્રસ્ટ ના પ્રમુખ બી.એચ પટેલ સાહેબે આભાર માન્યો હતો .

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..