Back

મોરબીની વૃતિ ઠક્કરની અભિનય વાળી G ફિલ્મનું ટ્રેઇલર લોન્ચ થયું જુઓ વિડિયો

મોરબી: G ફિલ્મનું ટ્રેઇલર લોન્ચ કરાયું જેના ફિલ્મ નિર્માતા મહેન્દ્રા એચ.પટેલ તથા પરિમલ એમ.પટેલ, નિર્દેશક મયુર કચાડીયા છે. જેમાં ચિરાગ જાની, વૃતિ ઠક્કર તથા કાલી ખુમાણ પણ ફિલ્મમાં વિશેષ પાત્રમાં જોવા મળશે.

મુળ ધ્રાંગધ્રાની અને મોરબી રહેતી વૃતિ ઠક્કર પણ G ફિલ્મમાં વિશેષ પાત્રમાં જોવા મળશે વૃતિ ઠક્કરે અનેક આબ્લમ સોંગ, ફિલ્મ ક્ષેત્રે કામ કરી એર્વોડ પ્રાપ્ત કરેલ છે. સાથે મોરબીનાં વાંકાનેર ખાતે લગ્નમાં પધારેલ વિજ્ય માલ્યાના હમશકલ લાગતા કાલી ખુમાણને જોતા લગ્ન પ્રસંગના ના માહોલમાં બધા સેલ્ફી પડાવા પડાપડી કરી હતી. કાલી ખુમાણે અનેક ફિલ્મમાં કામ કરેલ છે. તથા G ફિલ્મમાં પણ તેમણે કંઈક વિશેષ પાત્રમાં કામ કર્યું છે. G ફિલ્મનું ટ્રેઇલર લોન્ચ થતા સોશ્યલ મિડિયામાં વિડીયો સેર થય રહ્યો છે સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ થતા લોકોને બહુ પસંદ આવી રહ્યું છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..