Back

વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્રારા રામદેવ જતાં પદયાત્રીઓ માટે સેવાકેમ્પ નુ આયોજન થયુ

વિહોતર ગ્રુપ ઓફ બનાસકાંઠા દ્રારા દર વર્ષે રામદેવરા જતાં યાત્રીકો માટે સેવાકેમ્પ નુ આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ ડીસા નજીક ના આખોલ ચારરસ્તા નજીક આજરોજ તા.૧૭/૦૮/૨૦૧૮ શનિવાર ના સેવાકેમ્પ શરુઆત કરવામાં આવ્યો હતો સેવા કેમ્પ ની શરુઆત કરતાં રામદેવપીર ના ફોટા ની પુજન વિધી સાથે આરતી કરવાં આવી હતી જેનો તમામ ઉપસ્થિત લોકો એ લાભ લીધો હતો 

આ સેવા કેમ્પ માં યાત્રીકો માટે બે ટાઇમ જમવા મા મગનું શાક અને રોટલી જયારે નાસ્તા માં બટાટા પૌવા અને ચા પાણી ની વ્યવસ્થા કરવાં આવી છે

આ સેવા કેમ્પ ના શુભારંભ પ્રસંગે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ સહિત વિહોતર ગ્રુપ  બનાસકાંઠા ના  પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો ઉપરાંત તમામ તાલુકા ની ટીમ નો સભ્યો સહીત રબારી સમાજ ના આગેવાનો વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

અહેવાલ જીગર માળી બનાસકાઠા...

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..