Back

મોરબીની પંચાસર ચોકડીએ ટ્રાફિક જામ

અહેવાલ - ભાવિક રૈયાણી

મોરબીની પંચાસર ચોકડીએ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં બનાવની મળતી વિગતો મુજબ મોરબીથી કચ્છ તરફ હેવી મશીનરીનો ટ્રક ઓવરલોડેડ એકદમ ધીમી ઝડપથી જઈ રહ્યો છે, તેને કારણે અન્ય વાહનો આગળ જઇ શકતા ન હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. અહીં પંચાસર ચોકડીથી ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટક સુધી વાહનોનો કતારો જોવા મળી હતી. પણ અહીં પોલીસ હજુ પણ જોવા મળ્યા નથી. સામાન્ય માણસોએ પોલીસ માફક કામ કરી ટ્રાફિક ઉકેલવાની ફરજ પડી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..