Back

બીલીમોરમાં પારસી સમાજ દ્વારા નવરોઝ પટેટી પર્વની ઉમંગભેર ઉજવણી


અગિયરીમાં પારસીઓ દ્વારા પૂર્વજોની આત્મશાંતિ અને સમાજ સુખ શાંતિ માટે ચંદન અર્પણ કરી અગ્નિદેવની વિશેષ પૂજા કરી ધન્યતા અનુભવી.

   બીલીમોરામાં વસતા પારસી બંધુઓ દ્વારા આજરોજ નવરોઝ પટેટી પર્વ નિમિત્તે  અગિયારીમાં અગ્નિદેવની પૂજા કરી એકબીજાને નવાવર્ષની  શુભકામના પાઠવી હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.

       ગણદેવી તાલુકાનાં બીલીમોરા શહેરમાં બંદર રોડ અગિયારી મહોલ્લામાં આવેલ વર્ષો જૂની મનાતી ગબ્બા અગિયારીમાં  વર્ષોથી વસતા પારસી સમાજ દ્વારા દર વર્ષની જેમ આજરોજ સવારથી સાંજ સુધી નવરોઝ પટેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. બીલીમોરા ગબ્બા અગિયરી દસ્તુરજી કુરુશભાઈ સિધવા અને પિરોસા કરણજિયા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિશ્વનું પ્રાચીન પારસી તીર્થ ધામ ઉદવાડા ઈરાની શાહ ધામ સાથે  બીલીમોરા શહેરમાં આવેલ આ ગબ્બા અગિયારી પણ અતિ પ્રાચીન છે જેમાં વર્ષોની પરંપરા અનુસાર નવરોઝ પટેટી પર્વ પારસી સમાજ સાથે મળીને ભાઈચારા પૂર્વક ઉજવે છે. નવરોઝ પટેટી પર્વ ની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી  જ અગિયારીમાં પારસી સમાજ એકત્ર થયો હતો.પટેટી એટલે પસ્તાવો.એટલેકે સમગ્ર વર્ષ દરમિયાન થયેલી ભૂલો ની માફી માંગવાનો દિવસ માનવામાં આવે છે.આ સાથે પારસી સમાજના પૂર્વજો ની મૃતાત્માની પરમ શાંતિ માટે ફૂલોના ગુલદસ્તાઓ અને ફૂલો ચડાવી પારસી સમાજની સુખ શાંતિ માટે અગ્નિદેવને ચંદન લોબાન અર્પણ કરી અગ્નિ દેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે બીલીમોરા પારસી અંજુમન ટ્રસ્ટ ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બીલીમોરા શહેરમાં વર્ષો પહેલાં આ ૩૦૦ થી ૪૦૦ પારસીઓની વસ્તી હતી.પરંતુ પારસી સમાજમાં જન્મઆંક  કરતાં મૃત્યુઆંક વધુ રહેતા છેલ્લા કેટલાક વર્ષોમાં પારસીઓની વસ્તીમાં ધરખમ ઘટાડો થતાં વસ્તીનું પ્રમાણ તદ્દન ઓછું થઈ ગયું છે.હાલમાં બીલીમોરા પંથકમાં પારસીઓની સંખ્યા માત્ર ૧૦૦ થી પણ ઓછી થઈ ગઈ છે એ બાબત પારસી સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.આજરોજ નવરોઝ પટેટી પર્વ નિમિત્તે બીલીમોરા ના તમામ પારસી બંધુઓએ અગિયરીમાં અગ્નિદેવની પૂજા કરી એકબીજાને શુભકામના પાઠવી હતી.

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..