Back

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત સ્પર્ધાની ભવ્ય ઉજવણી

ફ્રેન્ડસ ન્યુ ઈંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ સંચાલિત જે.જે.મહેતા સાર્વજનિક હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, સાયન્સ વિભાગ અને બ્રાઇટ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા જાયન્ટર્સ ગ્રુપ ઓફ બીલીમોરા ના સંયુક્ત ઉપક્રમે તા.૧૩/૮/૧૯ મંગળવારના રોજ વિદ્યાર્થી માટે ૧૫મી ઓગસ્ટ નિમિત્તે દેશભક્તિ ગીત સ્પર્ધા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશભક્તિ ગીત સ્પર્ધા પ્રાથમિક વિભાગ માંથી પ્રથમ ક્રમાંક રાજપુરોહિત ભાવિકા મદનસિંગ, દ્વિતીય ક્રમાંક

ભૂમિબેન રાકેશ કુમાર મા. અને ઉ.મા. વિભાગ તેમજ સાયન્સ વિભાગમાંથી પ્રથમ વાળાગર મેહુલ જી. દ્વિતીય ક્રમાંક લબાના પ્રીતકૌર પી., તૃતીય ક્રમાંક દિયા નરેશભાઇ તથા બ્રાઇટ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રથમ સરદાર સમરજીત, દ્વિતીય ક્રમાંક પટેલ આર્યાએ મેળવ્યો હતો.

આ સ્પર્ધાના ઇનામના સ્પોન્સર જાયન્ટ્ર્સ ગ્રુપના સક્રિય સભ્ય રાજેશભાઈ ગોહિલ

હતા. ઉપરાંત જાયન્ટ્ર્સ ગૃપના પ્રમુખ ઉર્વીશભાઈ જોશી ખજાનચી ફિરોઝભાઈ  સુમનભાઈ હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

વિજેતા સ્પર્ધકોને જાયન્ટ્ર્સ ગ્રુપ તથા ટ્રસ્ટના પ્રમુખ બી.એચ. પટેલ, મંત્રી મગનભાઇ ટ્રસ્ટી નીનાબેન મહેતા, પ્રાથમિક વિભાગના આચાર્યા રાજેશભાઈ કે. પવાર,

 માધ્યમિક વિભાગના આચાર્ય પંકજ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય લીલાબેન ચક્રનારાયણ તથા અન્ય ટ્રસ્ટીગણ ના વરદ હસ્તે ઇનામની સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને ટોકન ઇનામ અપાયા હતા. શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓને સુવર્ણ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવવામાં આવી. રાષ્ટ્રવંદના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

 

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..