Back

મોરબી નગરપાલિકાની બેદરકારી માં ઉમેરો

મોરબી નગરપાલિકા પોતાની બેદરકારી અને બે જવાબદારી માટે પ્રખ્યાત થઈ ગઈ છે જેમ કે શહેરમાં ગંદકી ફેલાવવા, ટુટેલા રોડને રીપેરીંગ કરવા, ઉભરાતી ગટરો, પ્રજાને ગંદુ પાણી પીવડાવવા જેવી બાબતો સાવ સામાન્ય થઈ ગઈ છે ત્યારે હવે મોરબી નગરપાલિકા દ્વારા અમુક સારા કરેલ કર્યો પર પણ તેમના બેદરકાર કર્મચારીઓ પાણી ફેરવી રહ્યા છે. હાલ પાલિકા દ્વારા નાલા સફાયની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી ને દેખરેખ માટે નગરપાલિકા દ્વારા સુપર વાઇઝર મુકવામાં આવેલ છે તેમ છતાં નવલખી રોડ પાસે આવેલ નાલા માં સફાય દરમિયાન જે.સી.બી.નો અણઆવડત થી ઉપયોગ કરી નવી બનાવેલ ફૂટપાથ તોડી નાખવામાં આવેલ છે.

આ ઘટના અણઆવડત અને બેજવાબદારીના કારણે બનેલ છે જેના કારણે પ્રજાના રૂપિયાનું નુકશાન થાય રહ્યું છે પાલિકા તંત્રને આ ગંભીર ઘટનાની નોંધ લે તેવી લોક માંગણી ઉઠી રહી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..