Back

મોરબી જિલ્લામા રાઈડ્સના પરીક્ષણ માટે સબ કમિટીની રચના

તાજેતરમાં અમદાવાદના કાકરિયામા સર્જાયેલી રાઈડ્સની દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. જન્માષ્ટમીના લોકમેળામાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર હાલ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. જે સંદર્ભે મોરબી જિલ્લા અધિક કલેકટરે માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયરની અધ્યક્ષતામાં સબ કમિટીની રચના કરી છે.

આ સબ કમિટી રાઈડ્સનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યા બાદ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને અભિપ્રાય આપશે, બાદમાં અભિપ્રાયના આધારે રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..