Back

પડતર માંગને લઇ નર્મદાના મહેસૂલ વિભાગના કર્મચારીઓના એક દિવસના ધરણા

પડતર માંગને લઇ નર્મદાના મહેસૂલ વિભાગના કર્મચારીઓના એક દિવસના ધરણા



11 જેટલી પડતર માગને લઇ મેસૂલ વિભાગના કર્મચારી ઓ ધરણા પર બેઠા 



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા મહેસૂલ વિભાગના કર્મચારીઓ 11 જેટલી પડતર માગણીને લઇ નર્મદા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. 



નર્મદા જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ આજે એક દિવસના ધરણા પર બેઠા છે.પોતાની 11 માંગણીઓ બાબતે વર્ગ 3ના કર્મચારીઓ ધરણા પર બેઠા હોય તેમની માગ છે કે, રેવન્યુ તલાટી પોસ્ટ રદ કરી પંચાયત મંત્રી કેડરમાં સમાવેશ કરવામાં આવે.આ ઉપરાંત ક્લાર્કમાંથી પ્રમોશન પામેલા નાયબ મામલતદારને મૂળ જિલ્લામાં ફાળવણી કરાય અને વર્ષ 2015-16માં એલઆરર્ક્યુ પાસ થયેલા 1500 કર્મચારીને નાયબ મામલતદારનું પ્રમોશન આપવામાં આવે.સાથે એવી પણ માગ છે કે, નાયબ મામતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવી અને જિલ્લા ફેરબદલી કિસ્સામાં મૂળ તારીખથી મેરીટ મુજબ સિનિયોરિટી નક્કી કરવી. ક્લાર્ક કેડરના કર્મચારીને નાયબ મામાલદારમાં પ્રમોશન આપવું અને પ્રમોશન બાદ જિલ્લા જગ્યા ખાલી હોય તો તે જિલ્લામાં સમાવેશ કરવો. ભરતી કે પ્રમોશન પહેલા જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવું અને ત્રિપલ સીની પરીક્ષામાંથી છૂટછાટ આપવાની માંગ કરી છે.એક દિવસના ઘરના બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો આગામી 19 ઑગસ્ટે વર્ક ટુ રુલ કાળી પટ્ટી,26 મી એ માસ સીએલ અને જિલ્લા કચેરી ખાતે સુત્રોચાર તેમજ 29 ઑગસ્ટ થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે .


નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..