Back

રાજપીપળા નગરપાલિકા દ્વારા ચોમાસામાં રોગચાળો ન ફાટે એ માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરાયુ

રાજપીપળા નગરપાલિકા દ્વારા ચોમાસામાં રોગચાળો ન ફાટે એ માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરાયુ 



શહેરના વાઘરીવાડ ,જેલ પાછળ અને નવદુર્ગા સ્કૂલ પાસે સૌથી વધુ ગંદકી હોય જેસીબી દ્વારા ખાસ સફાઈ થઈ 



પાલીકાના એસઆઈ હેમેન્દ્ર માત્રોજા દ્વારા શહેરની ગંદકી પર સતત ધ્યાન રાખી ખાસ સફાઈ કામગીરી થતા રાહત 



રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા શહેરમાં ઘણા દિવસ થી ભારે વરસાદ હોવા છતાં કોઈ મોટા રોગચાળા એ હજુ સુધી માથું ઉચક્યું નથી કેમકે નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ કામગીરી થતા શહેરીજનો ને રાહત છે .



છેલ્લા વીસેક દિવસથી રાજપીપળા શહેરમાં ભારે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ફરી વળ્યાં હતા સાથે ખુલ્લી ગટરો ઉભરાતા પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર ગંદકી હોય વરસાદ બંધ રહેતાજ પાલિકા ના ચીફ ઓફિસર અમિત પંડ્યાના માર્ગદર્શન મુજબ એસઆઈ હેમેન્દ્ર માત્રોજા એ પોતાની સફાઈ ટિમો કામે લગાડી હતી જેમાં શહેરના વાઘરીવાડ,અને એસટી ડેપો પાછળના સૌથી વધુ ગંદકી વાળા વિસ્તારોમાં જેસીબી દ્વારા ખાસ સફાઈ કરાવાઈ હતી .આમ પાલિકા દ્વારા ખાસ તકેદારી રખાતા ચાલુ ચોમાસામાં રાજપીપળા શહેરમાં ખાસ કોઈ મોટો રોગચાળો જોવા મળ્યો નથી .


નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..