Back

રાજપીપળા ખાતે ટેકરા ફળિયાની બાળાને આ યુવાને લોહી આપી જીવન બક્ષ્યું

રાજપીપળા ખાતે ટેકરા ફળિયાની બાળાને આ યુવાને લોહી આપી જીવન બક્ષ્યું  



ફક્ત 11 વર્ષની બાળા ના શરીરમાં લોહીની ઉણપ હોય આ બાબતની જાણ થતાંજ બજરંગ દળના જીગ્નેશ તડવી ત્યાં પહોંચી જઈ લોહી આપ્યું . 



રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળાના ટેકરા ફળિયામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારના સુરેશભાઈ વસાવાની 11 વર્ષીય દીકરી લક્ષ્મીને લોહીની ઉણપ હોય સિવિલમાં દાખલ કરતા આ બાબત સામે આવી હતી પરંતુ લક્ષ્મીના ગ્રૂપનું મળતું લોહી ત્યાં ન હોય અન્ય વ્યવસ્થા કરવા પરિવાર દોડતું હતું ત્યારે આ બાબતની જાણ નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકરોને થતા બજરંગદળ ના કાર્યકર જીગ્નેશ ભરતભાઈ તડવી એ પોતાનું આજ ગ્રુપ હોય નિઃસંકોચ પોતાનું લોહી આ બાળકીને આપતા બીમાર બાળકીને નવજીવન આપી માતવતા દાખવી હતી.


નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..