Back

વૃદ્ધ ઈસમ ને ગણતરીના કલાકોમાં તેમના પરીવાર સાથે મિલન કરાવી આપતી જેતપુર સીટી પોલીસ

વૃદ્ધ ઈસમ ને ગણતરીના કલાકોમાં તેમના પરીવાર સાથે મિલન કરાવી આપતી જેતપુર સીટી પોલીસ


મ્‍હે. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ દ્વારા ગુમ સુધા ડિટેક્ટ કરવા તેમજ બનેલ બનાવો  શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજરોજ  જેતપુર સીટી પો.સ્ટે. ખાતે સમાજ સેવક અખ્તરભાઈ ઓસમાનભાઈ ડબાગર  એક આસરે 70 વર્ષ ઉપર ના વૃદ્ધ ને લઈને આવેલ અને જણાવેલ કે આ બાપા બોલે છે તે કઈ સમજાતું નથી અને ત્રણેક કલાક થી હેરાન થાય છે આથી જેતપુર સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.કે.પટેલ સા.ના સીધા માર્ગદશન પો.હેડ કોન્સ. સંજયભાઈ પરમાર તથા હિતેશભાઈ સોવલીયા તથા પો.કોન્સ. નારણભાઈ તથા લખુભા તથા ચેતનભાઈ તથા રામજીભાઈ તથા ચંદુભાઈ ના ઓએ પૂછપરછ કરતા તેનું નામ બચુભાઇ હરિભાઇ ઢોલારીયા જણાવેલ તથા અંગ જડતી કરતા ઉપલેટા થી જેતપુર ની S.T. બસ ની ટિકિટ તથા ચશ્માંનું બોક્સ ઉપલેટા લખેલ મલી આવેલ જેના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તેના વાલી વારસ નું સરનામું મેળવી આ બચુભાઈ ને   તેના વાલી વારસ સાથે ગણતરી ની કલાકો માં મિલન કરવી આપેલ છે.


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો..નં..9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..