Back

અખિલ ભારતીય સમસ્ત કોળી સમાજ દવારા હનુમાનજી ના લોટનું આયોજન કરેલ

ખાંભા તાલુકાના તાલડા ગામે અખિલ ભારતીય સમસ્ત કોળી સમાજ દવારા હનુમાનજી ના લોટનું આયોજન કરેલ 

.         તા 17/08/2019 ના રોજ ખાંભા તાલુકાના તાલડા ગામે નિલકંઠ વિધાલયએ નવનિર્મિત અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ શ્રી કરણભાઈ બારૈયા દવારા હનુમાન ગાળા હનુમાનજી ના લોટનું આયોજન કરવામાં આવ્યું.

તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ની જીલ્લાના કક્ષાની  ભવ્ય મીટીંગ.અને ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવેલ આ પ્રસંગે 

સાધુ સમાજ ના આગેવાનો દવારા બીજા કર્ણ જેવી નામના ધરાવતા શ્રી બારૈયા નું ભવ્ય સન્માન કરવામાં આવેલ

તેમજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ. મંત્રી આગેવાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું 

ડેડાણ અમર આશ્રમ ના મહંત શ્રી દેવેન્દ્ર દાસ બાપુ દવારા આશિષ વસન પાઠવ્યા હતા,અરવિંદભાઈ ચાવડા દ્વારા પ્રતિજ્ઞા પત્રનું પઠણ કરાવવામા આવ્યું,ખાંભા તાલુકાના અ.ભા.કો.સ.ના પ્રમુખ ગોપાલભાઈ દ્વારા સમાજ ને પ્રેરણાદાયક ઉદબોધન આપ્યું હતું, તો સંજયભાઈ બારૈયા દ્વારા કોળી સમાજની સ્વરચિત કાવ્યરચના રજુ કરી હતી,તેમજ અમરેલી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખશ્રી કરણભાઈ બારૈયા  પોતાની આગવી શૈલીમાં કોળી સમાજને એક થવા અને દર મહિને જુદા જુદા તાલુકામાં મિટિંગ કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ,

આ અવસરે અમરેલી જિલ્લા ભરના  2.હજાર  જેટલા કોળી સમાજના આગેવાનો ,કાયૅકરો વિવિધ હોદ્દેદારોએ  પ્રસાદી નો લાભ લીધોહતો કાર્યક્રમ ને સફળ બનાવવા સરપંચ શ્રી રમેશભાઈ જાદવ તાલડા , સરપંચ શ્રી,ગભરુભાઈ જાદવ નવા માલકનેશ, સરપંચ શ્રીશિવાભાઈ હનુમાન પુર ,સરપંચ શ્રી ભાવેશભાઈ જાદવ અને તાલડા  અને હનુમાનપુરની યુવાટીમ દવારા ભારે જહેમત ઉઠાવી હતી.


સિકંદર સંમા ખાંભા

મો.7600336784

ખાંભા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..