Back

ડાંગ જિલ્લામાં શાહિદ ઇમામ હુસૈનની યાદમાં તાજીયા ઝુલુસ કાઢી ખિસડો અને શરબત વહેંચાયો

ડાંગ તા.૧૦
મદન વૈષ્ણવ ડાંગ વાત્સલ્ય ન્યૂઝ બીયુરો


ડાંગ જિલ્લામાં મહોરમ પર્વ એ વઘઇ અને આહવા ખાતે શરબત અને ખિસડા નું વિતરણ કરાયો

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજરોજ કરબલામાં શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં માતમનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો. મોહરમ પર્વ એ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં કલાત્મક તાજીયાને શણગારી સજાવી ને આહવા ના મુખ્ય માર્ગે થઈને ફેરવી બંધરા તળાવમાં સંમપન્ન કરવામાં આવ્યા હતા આ મહોરમના પ્રસંગે ભારે તદાતમાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેરઠેર શરબત ના સ્ટોલ મૂકી શરબત વિતરણ કરાયો હતો ઇસ્લામમાં આ મહિના ને પવિત્ર મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનો કરબલાની લડાઇમાં તેના સંબંધીઓ અને મિત્રો સાથે, ન્યાય અને માનવતા માટે સંઘર્ષ કરી રહેલા હઝરત મોહમ્મદના નવાસે હુસેન ઇબ્ને અલીની શહાદતને યાદ કરવાનો પ્રસંગ છે. બધુ લૂંટાવી દીધા પછી પણ કરબલામાં ઇમામ હુસેને સત્યની તરફેણમાં તત્ષ્ટ હિંમત દર્શાવી હતી જ્યારે ઇસ્મામ હુસેન અસારની નમાઝ દરમિયાન સજદામાં હતો ત્યારે એક યઝીદીએ હુસેન પર છેતરપિંડી કરીને હુમલો કર્યો હતો અને હુસેન શહીદ થઈ ગયો હતો.ત્યાર થી આ માતમ ના દિવસે તાજીયા અને ઝુલુસ કાઢી મનાવવામાં આવે છે દર વર્ષની જેમ આ મોહરમ પર્વે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના રેેલવે સ્ટેેેશન વિસ્તારમાં વઘઇ તેમજ આજુબાજુમાં રહેતા મુસ્લિમ બિરાદરો ભેગા મળીને ઇમામ હુસૈનની શહીદીના માતમ પર્વે દુઆ અદા કરવામાં આવી હતી અને ખિસડો તેમજ શરબત નું વિતરણ કરાયો હતો આ તાજીયા મોહરમ ના પર્વે ડાંગ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત સરપંચ મોહનભાઈ ભોંય અને રમેશભાઈ ભોયે સહિતના આગેવાન જોડાઈ કોમી એકતા ભાઈચારાની મિશાલ જગાવી હતી 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..