Back

જૂનાગઢ સંત સંમેલનમાં નિલકઠવર્ણી વિવાદનો અંત : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ હવે કોઈ નિવેદન નહીં કરે

જૂનાગઢ : પૂ મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણીનો વિવાદ ચાલી રહ્યો છે.

જેનો આજે જૂનાગઢ ખાતે મળેલા સંત સંમેલનમાં સુખદ અંત આવ્યો છે. 

જૂનાગઢ રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ ગિરનાર તળેટી ખાતે મળેલ સંત સંમેલન બેઠકમાં જુનાગઢ મેયર ધીરૂભાઈ ગોહેલ અને ઈન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં સનાતન ધર્મ સંત સંમેલનમાં ઉપસ્થિત સ્વામી નારાયણ સંતોએ જણાવેલ કે ‘હવે સ્વામી નારાયણ સંતો વિવાદીત નિવેદન નહી આપે’ તેવી ખાતરી આપતા ઈન્દ્રભારતી બાપુએ તેમની ખાતરી સ્વીકારી હતી.

સાથે વિહિપ તરફથી તમામ સાધુઓને સમાધાનના પત્રો લખવામાં આવ્યા હતા.

અગાઉ જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે ' સ્વામીનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સાધુઓ સાથે વાત થઈ છે. 

સાધુઓ સહમત થયા છે કે મોરારિબાપુ માફી નહીં માંગે. 

સામે પક્ષે સનાતન ધર્મ વિશે કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરે.  

ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલની મધ્યસ્થતાથી સ્વામીનારાયણના સંતો સાથે સમાધાન થયું છે. 

જરૂર જણાશે તો મોરારિબાપુ અને સ્વામીનારાયણના સંતો બેઠક કરશે પરંતુ હવે પછી સ્વામીનારાયણના સંતો મીડિયામાં રામ-કૃષ્ણ કે માતાજી વિશે કોઈ ટિપ્પણી નહીં કરે. 

અમે સૌ એક જ સનાતન ધર્મના વાહકો છીએ આજે સૌએ ગિરનારની સાક્ષીએ સોગંધ લીધા છે કે કોઈ વિવાદિત બોલ નહીં બોલે.

આ સંત અખિલેશ્ર્વરદાસ મહારાજે સ્પષ્ટપણે કહ્યું હતું કે મોરારીબાપુ હોય કે સ્વામી સંંપ્રદાયના તમામ સંતો સનાતન ધર્મના પ્રતિનિધિઓ છે. 

ત્યારે કોઇએ આ બાબતે માફી માંગવી કે મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહી. મોરારીબાપુએ જે માફી પહેલા માંગી છે તેને સ્વીકાર કરી લેવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218


 
જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..