Back

મોહરમ ની શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી

શહેરા 


શહેરા મા મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યા હતા નગર વિસ્તારમાં નીકળેલ જુલુસ દરમિયાન  યા હુસેન....... યા હુસેન ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુજી ઉઠયું હતુ નગરમાં આવેલ મુખ્ય તળાવમાં નાના-મોટા તાજીયાઓ ને શાંત  પાડવામાં આવ્યા હતા મોહરમ ની શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી


    ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા (સ. અ. વ) ના દોહીત્ર હઝરત ઈમામ હસન તથા હઝરત ઇમામ હુસેન તેમજ તેમના 72 સાથીઓ એ કરબલા મેદાન ધર્મ ખાતર વહોરેલ શહાદત ની યાદ માં શહેરા નગર અને તાલુકામાં મહોરમ ના  પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ૧૫ ઉપરાંત નાના-મોટા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા શનિવારની રાત્રીએ તમામ તાજીયાઓ ને હૂસેનીચોક માં લાવવામાં આવ્યા હતા હિન્દુ - મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજીયાઓ નુ સ્થાપના કરવામાં આવી હતી  ઢોલ ત્રાંસાના સાથે યા હુસેન...... યા હુસેન ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું રવિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢી હૂસેનીચોક ખાતેથી તાજીયાઓ નુ ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતુ જે જુલુસ હોળી ચકલા, મેન બજાર  મા થઈને અંધેરી ભાગોળ વિસ્તારના માર્ગો પર નીકળ્યું હતુ તાજિયાના જુલુસ મા ઢોલ ત્રાંસા ના સાથે યા હુસેન .. ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું જુલુસ મા વિવિધ કમિટીઓના વ્યાયામવીરો દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા નગરના મુખ્ય તળાવમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા ઓને ઠંડા પાડવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો નગર અને તાલુકામાં મોહરમ ની શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

રીપોટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..